મગફળીની મજબૂત માંગને લીધે કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં બમ્પર ઉત્પાદન વચ્ચે મગફળી તેલના ભાવ વધે છે. આ સ્થિતિને જોતા કારોબારીઓ મગફળીની નિકાસ પર પ્રતિબંધ મુકવાની માગ શરૂ કરી છે.
ઈંદોરના સ્થાનિક ખાદ્ય તેલ બજારમાં સોમવારે મગફળીના તેલના ભાવ વધી 10 કિલોના ભાવ રૂપિયા 1730થી 1750 પહોંચ્યા. જ્યારે મુંબઈમાં 15 કિલોના કેનની કિંમત વધી રૂપિયા 3050 પહોંચી ગયા.
વિદેશી માંગ વધારે હોવા અને કાચા માલની તંગ પુરવઠાને લીધે ગુજરાતમાં મોટાભાગની ઓઈલ મિલ પ્લાન્ટ ઓછી કિંમતે વેચાણ કરવાથી પાછળ હટી રહ્યા છે. તેને પગલે મગફળીની કિંમતને સપોર્ટ મળતા ભાવ વધી રહ્યા છે
તાજેતરમાં પેટ્રોલ, ડીઝલ સહિત આવશ્યક ચીજવસ્તુની કિંમત વધી રહી છે. ગરીબ અને મધ્યવર્ગ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં મગફળીનું તેલ આગમાં ઘી હોમવાનું કામ કરે છે.
સરકારે મગફળીની નિકાસને નિયંત્રિત કરવી જોઈએ,જેથી લોકોને ઘરઆંગણે તેલ વ્યાજબી ભાવે મળી શકે,અન્ય તેલના ભાવ પણ સ્પર્ધાત્મક સ્થિતિમાં નિયંત્રણમાં રાખી શકાય. ગુજરાતમાં 42.64 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે.