મોટાભાગે મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. 35ની વય બાદ હાડકા નબળા પડવા લાગે છે.
બદલાતી જતી લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણીપીણીની આદતના કારણે આ વયે સાંધામાં દુખાવા સહિત અન્ય સમસ્યા સર્જાવા લાગે છે.
જેનાથી બચવા માટે કેટલીક ટિપ્સ અપનાવી શકાય છે. જે હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.
કેલ્શિયમની કમીથી હાડકા નબળા પડે છે. આથી હાડકાની મજબૂતી માટે કેલ્શિયમયુક્ત ફૂડ જેમ કે દૂધ, પનીર વગેરેનું સેવન કરવું જોઈએ.
દહીમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. હાડકાને મજબૂત બનાવવા માટે દહીમાં જરૂરી કેલ્શિયમ મળી આવે છે.
પાલકમાં આયરન ભરપુર મળી આવે છે. પાલકને દરરોજ ખાવાથી લોહીની ઉણપ નથી થતી અને હાડકા મજબૂત બને છે.