દરરોજ રસોઈ કરતી વખતે લસણની જરૂર પડે જ છે અને લસણ ફોલવા પાછળ ઘણો સમય જતો રહે છે.
તેથી આજે અમે કેટલીક ટ્રિકની મદદથી તમારું લસણ સેકેન્ડોમાં ફોલાઈ જશે.
લસણ ફોલતા પહેલા થોડી વાર માટે પાણીમાં પલાળી દેવાથી તમારું લસણ તરત ફોલાઇ જશે.
થોડીવાર માટે કડાઇમાં લસણને શેકવાથી તેની ફોતરી તરત ઉતરી જશે.
લસણ ફોલતા પહેલા તેને થોડીવાર માટે માઇક્રોવેવમાં રાખી દો,તમારું લસણ ઝડપથી ફોલાઇ જશે.
તમારા લસણને ડબ્બામાં કે બોક્સમાં નાંખીને જોરથી હલાવાથી તેના ફોતરા નીકળવા લાગશે.
લસણ સૂકુ હોય તો કાપીને મેશ કરી લો. તરત જ ફોલાઇ જશે.
આ ટ્રિકની મદદથી તમે મિનિટોમાં ટોપલી ભરીને લસણ ફોલી શકો છો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ સ્ચોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.