ફલોર પરના જિદ્દી ડાઘ સાફ થશે આ 3 રીત અપનાવો, ઘસવાની જરુર નહી પડે


By Smith Taral16, Jan 2024 05:21 PMgujaratijagran.com

ઘરની સફાઈ કરતી વખતે કેટલાક એવા ડાઘા રહી જાય છે, જે સરળતાથી નીકળી શકતા નથી. આને સાફ કરવા માટે ઘણી મેહનત કરવી પડતી હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલીક ટીપ્સ ફોલો કરી શકો છો. આ તમારુ કામ વધારે સરળ બનાવી દેશે.

લીંબુ

લીંબુના ઉપયોગથી ઘરની ટાઈલ્સ અને ફ્લોર સાફ કરી શકાય છે. લીંબુના રસથી સરળતાથી ડાઘ સાફ કરી શકાય છે.

લીંબુથી સાફ કરો ફલોર

ફલાોર સાફ કરવા માટે ગરમ પાણીમાં લીંબુના રસ અને 1 ચમચી બેંકીગ સોડા ઉ્મેરી લો. હવે આ પાણીને ફલાોર પર રેડીને વ્યવસ્થિત રીતે સાફ કરી લો.

લીંબુ અને મીઠાના પાણીથી પોતુ કરો

ફ્લોર પર જામેલા ડાઘને સાફ કરવા માટે લીંબુ અને મીઠાને પાણીમાં મિક્સ કરીને તેનુ પોતુ મારી શકાય છે. ત્યારપછી તેને ચોખ્ખા પાણીથી સાફ કરી લેવું.

You may also like

ગેસ બર્નર આ રીતે સાફ કરો થઈ જશે નવા જેવુ

હોમ ક્લીનિંગ હેક્સ : બેકિંગ સોડાથી ઘર સાફ કરવાની રીતો

બેંકીગ સોડાથી ચમકાવો ફલોર

બેંકીગ સોડાને પાણીમા મેળવી લો, આને ફલોર પર નાખી કપડાથી ડાઘને ઘસો. થોડી વાર પછી પોતાથી સાફ કરી લો.

વિનેગર

વિનેગર નેચરમા એસડીક હોય છે જેનાથી ફ્લોર પરના ડાઘ સરળતાથી કાઢી શકાય છે.

આવી રીતે વાપરો વિનેગર

વિનેગરને પાણીમા મેળવી લો, આને ફલોર પર નાખી કપડાથી ડાઘને ઘસો. આમ કરવાથી ડાઘ સાફ થઈ જશે. જો છતા ડાઘ ના જાય તો તેના પર વિનેગર રેડો.

આવા ઘણાં પ્રકારે તમે ફલોરને સાફ કરી શકો છો. જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત વધુ સમાચારો માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

હવે પેટની ચરબીથી છુટકારો મળશે અપનાવો આ સરળ ઉપાય