હવે પેટની ચરબીથી છુટકારો મળશે અપનાવો આ સરળ ઉપાય


By Smith Taral16, Jan 2024 04:24 PMgujaratijagran.com

વજન વધવાથી ઘણા લોકો પરેશાન રહેતા હોય છે, અને આ સમસ્યાનું નિવારણ આવતા પણ સમય લાગે છે. તેવામા લોકો પૂરતી ઊંઘ પણ નથી લઈ શકતા અને તણાવ અનુભવે છે. આવી સ્થિતિમાં, પેટની ચરબી ઘટાડવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકાય છે.

દરરોજ ફરવા જાઓ

વ્યક્તિએ દરરોજ 30 મિનિટ ચાલવાથી પેટની ચરબી અને વજન ઘટાડવામાં મદદ મળે છે, ચાલવાથી શુગર પણ કંટ્રોલમાં રહે છે અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે. આ સિવાય તમને તાજી હવા પણ મળે છે.

ઈટરમિટેંટ ઉપવાસ

ઈટરમિટેંટ ઉપવાસમાં, રાતનુ ભોજન અને સવારના ભોજન વચ્ચે 16 કલાકનો ઉપવાસ રાખવાનો હોય છે અને દિવસના 8 કલાકમાં ખોરાક ખાઈ શકાય છે. આ ચરબીને બર્ન કરવામાં મદદ કરે છે

હેલ્ઘી ખોરાક ખાવો

વજન ઘટાડવા માટે હેલ્ધી ડાયટ લેવુ જરુરી છે. વજન ઘટાડવા માટે તમારે તમારા ડાયેટમાં ફાઈબર અને પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી શરીરને એનર્જી મળે છે અને મેટાબોલિઝમ સારુ થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

You may also like

પેટની ચરબી ને હવે કહો bye bye અને આજે જ શરૂ કરો આ 3 આસનો

ઘૂંટણમાં દુખાવાથી પરેશાન છો? આ 5 એક્સરસાઇઝ રોજ કરો

ગ્રીન ટીનું સેવન કરો

પેટની ચરબી ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરવાથી કેલરી બર્ન થાય છે અને મેટાબોલિઝમ સુધરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

કસરત કરો

વજન ઘટાડવા માટે, વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછો 1 કલાક પરસેવો પાડવો જોઈએ. કસરત કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને વજન પણ ઘટે છે.

હૂંફાળા પાણી પીવો

હૂંફાળા પાણીનું સેવન પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. શરીરની ચરબી ઘટાડવા તમારે અડધું ભોજન લેવું અને તેના એક કલાક પછી હૂંફાળું પાણી પીવું જોઈએ. આ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

સુતા પહેલા આ વસ્તુઓ ખાવાનું ટાળો પડી શકો છો બીમાર