શરીરના સ્વાસ્થની જાળવણી માટે આપણે ખાનપાનમા સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને તમે સવારે અને રાત્રે સુતા પહેલા શું ખાવો છો તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તો ચાલો જાણીએ, રાત્રે સુતા પહેલા શું ખાવાથી બચવું જોઈએ.
સુતા પહેલા એવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જેનાથી ગેસ થવાની સંભાવના હોય, જેમકે બ્રોકોલી, ફુલેવર, કોબીજ, બીન્સ અને સૂકો મેવો. આ બધી વસ્તુઓનુ સેવન કરવાથી બ્લોટીંગ અને ગેસ જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.
રાત્રે સૂતા પહેલા, કાચી ડુંગળી, વ્હાઈટ વાઈન, ટોમેટો સોસ વગેરે વસ્તુઓનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયક માની શકાય નહી. આનાથી ઊંઘ ખરાબ થાય છે, અને એસિડીટી જેવી સમસ્યા ઊભી થાય છે.
સૂતા પહેલા કેક, કેન્ડી, સ્વીટ્સ વગેરેનું સેવન કરવાથી બચવું જોઈએ. આનાથી બ્લડ સુગર વધે છે.
સૂતા પહેલા દારુનુ સેવન કરવું તમારી કીડની અને હૃદય માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ કરવાથી હૃદય સંબધિત બીમારીયોનો ખતરો ઊભો થાય છે.
રાત્રે સૂતા પહેલા ચીઝ ખાવું હાનીકારક થઈ શકે છે. આનાથી પેટમાં દુખાવો અને બળતરા જેવી સમસ્ચા થઈ શકે છે. પેટ સંબધિત બીમારીયોથી બચવા માટે રાત્રે ચીઝનું સેવન કરવાનું ટાળો.
રાત્રે હળવો અને જલદી પચી જાય એવો ખોરાક ખાવો જોઈએ. મસાલેદાર ખાવાથી પાચનશક્તિ પર ખરાબ અસર પડે છે.
દરેક વ્યકતીએ રાત્રે સૂતા પહેલા આ વસ્તુઓ ખાવા પર પરહેઝ કરવો જોઈએ. જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત વધુ સમાચારો માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ