શું તમને પણ તરસ નથી લાગતી? આ રીતે પાણી પીવાનું વધારો


By Vanraj Dabhi05, Apr 2025 03:36 PMgujaratijagran.com

તરસ નથી લાગતી

આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણા લોકોને તરસ ઓછી લાગે છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.

સરળ ટિપ્સ

જો તમને પણ તરસ નથી લાગતી તો, તમારે કેટલીક સરળ ટિપ્સ અપનાવવી જોઈએ, જેનાથી તમારા પાણી પીવાનું વધી શકે છે.

ડૉક્ટરનું સૂચન

આ વિષય પર વધુ સારી માહિતી ડૉ. મનીષ સિંહ પાસેથી જાણીએ કે, પાણી પાવીનું કેવી રીતે વધારી શકાય.

પાણીના સેવનને ટ્રેક કરો

ડૉક્ટર કહે છે કે, તમારે દિવસમાં કેટલું પાણી પીવું તેનો હિસાબ રાખવો જોઈએ. એપ્સનો ઉપયોગ કરો અથવા દરેક ગ્લાસનો ઉપયોગ કરો. દરરોજ ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવાનું લક્ષ્ય રાખો.

જાગતાની સાથે જ પાણી પીવો

સવારે જાગો ત્યારે પાણી પીવો, આ સિવાય જો તમે બપોરે સૂઈના જાગ્યા પછી પાણી પીવાની ટેવ પાડો.

જમતા પહેલા પાણી પીવો

દરેક ભોજન અથવા નાસ્તાના 15-20 મિનિટ પહેલાં 1 ગ્લાસ પાણી પીવાની આદત પાડો. આનાથી તમારું હાઇડ્રેશન લેવલ ઠીક રહેવાની સાથે પાચનક્રિયામાં પણ સુધારો થશે.

પાણીને સ્વાદિષ્ટ બનાવો

જો તમને સાદું પાણી પીવું પસંદ નથી, તો તમે તેમાં લીંબુ, કાકડી, ફુદીનો અથવા ફળ ઉમેરીને ડિટોક્સ વોટર બનાવી શકો છો. આનાથી સ્વાદ પણ વધશે અને તમે વધુ પાણી પી શકશો.

દહીં, ફળો અને શાકભાજી ખાઓ

તમને જણાવી દઈએ કે દહીં ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે. ફળો અને શાકભાજીમાં પણ પુષ્કળ પાણી હોય છે. આનું સેવન કરવાથી તમારા શરીરમાં પાણીની કમી રહેશે નહીં.

હર્બલ ચા અથવા નાળિયેર પાણી પીવો

જો તમને પાણી પીવું પસંદ ન હોય, તો તમે નાળિયેર પાણી અથવા હર્બલ ચા પી શકો છો. શરીરને હાઇડ્રેટ કરવાની આ એક સારી રીત છે.

ટિપ્સ ફોલો કરો

આ સરળ ટિપ્સ ફોલો કરીને, તમે તમારી પાણી પીવાની આદતોમાં સુધારો કરી શકો છો અને ડિહાઇડ્રેશન ટાળી શકો છો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું તમે જવની રોટલી સોફ્ટ બનાવવા માંગો છો? આ 5 ટિપ્સ કામમાં આવશે