બાળકોની ઈમ્યુનિટી વધારવા માટે તેમને ખાટા ફળ ખવડાવો. જેને ખાવાથી ઈમ્યુનિટી વધે છે. બાળકોની ડાયટમાં મોસંબી, દ્રાક્ષ, કિવી, સંતરા અને લીંબુ વગેરે સામેલ કરવા જોઈએ.
પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિનથી ભરપુર ઈંડાનું સેવન બાળકોને કરાવવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ઈમ્યુનિટી વધારવા માટે તમે બાળકોને મધનું સેવન કરાવી શકો છો. જે એન્ટી ઈંફ્લેમેન્ટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર હોય છે.
દહીમાં લેક્ટોબેસિલ્સના ગુણ ભરપુર હોય છે, જે રોગ પેદા કરતાં બેક્ટેરિયાને નષ્ટ કરે છે. આ સાથે જ તેમાં અનેક વિટામિન અને મિનરલ મળી આવે છે, જે બાળકોના શરીરમાં રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે.
બાળકોને લીલા શાકભાજી ખાવાનું બિલકુલ પસંદ નથી હોતુ, પરંતુ તેમની ઈમ્યુનિટી વધારવા માટે તમે બાળકોને લીલા શાકભાજી જરૂર ખવડાવો. જેમાં વિટામિન સી, એ, ઈ અને એન્ટી ઑક્સીડેન્ટ અને ફાઈબર હોય છે, જે રોગને દૂર રાખે છે.