હિમોગ્લોબિનનું સ્તર લોહીમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે, આ શરીરના અંગો સુધી ઓક્સીજન પહોંચડવાનું કાર્ય કરે છે. આ સિવાય તે કાર્બન ડાયોક્સાઈ શોષી તેને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. હિમોગ્લોબિનનું સ્તર નીચું હોવું તે એક સ્વાસ્થ્ય સમસ્યા છે. જો તમારા હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો તેને ઝડપથી વધારવા માટે આ ખોરાકનું સેવન કરો
બીટરૂટ આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ અને ઘણા વિટામિનનો કુદરતી સ્રોત છે, આના સેવનથી તમે હિમોગ્લોબિનનું સ્તર ઉપર લાવી શકો છો.
મોરિંગાના પાન ઝીંક, આયર્ન, કોપર, મેગ્નેશિયમ, વિટામિન એ, બી અને સી થી ભરપૂર ખાધ્ય પદાર્થ છે. આના સેવન કરવાથી તમારા હિમોગ્લોબિનનું સ્તર અને લાલ રક્તકણોની ગણતરીમાં સુધારો થાય છે
લીલા શાકભાજી હિમોગ્લોબિન માટે ઘણો ઉપયોગી ખોરાક છે. આમા તમે પાલક, સેલરી, મેથી, બ્રોકોલી જેવા ખોરાક ખાઈ શકો છો.
ખજૂર અને કિસમિસમાં આયર્ન અને વિટામિન સીનું મિશ્રણ હોય છે જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. અંજીર અને ખજૂર ખાવાથી તમે ત્વરીત ઉર્જા મેળવી શકો છો અને હિમોગ્લોબિન પણ વધારી શકો છો
કાળા તલ આયર્નનો સારો સ્રોત છે, આ સિવાય તેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, ઝિંક અને અન્ય ઘણા ઉપયોગી વિટામિન છે. તમે ઓવરનાઈટ તેને પલાળીને સવારે ભુખ્યા પેટે ખાઈ શકો છો
હિમોગ્લોબિન વધારવા વિટામિન Cથી ભરપૂર ખોરાક જેમકે આમળા ગૂસબેરી, નારંગી, લીંબુ, સ્ટ્રોબેરી, બેલ પેપર, ટામેટાં વગેરેનું સેવન કરો