શરીરમાં હેપ્પી હોર્મોન્સ કેવી રીતે વધારવું?


By Smith Taral08, Sep 2024 01:22 PMgujaratijagran.com

શરીરમાં હેપ્પી હોર્મોન્સન વધારવાથી તમે તમારા મૂડને સુધારી શકો છો અને વધુ સુખી જીવન જીવી શકો છો. કુદરતી રીતે આ હોર્મોન્સને વધારવા માટે તમારે રોંજીદા જીવનમા આ આદતો કેળવી જોઈએ જે તમને માનસિક રીતે ખુશ રાખે છે અને તમને જીવન જીવાનો આનંદ આપે છે. આવો જોઈએ વધુમાં

હાસ્ય

હાસ્ય એ તમારા મગજ માટે એક મોટો સ્ટ્રેસ બૂસ્ટર છે. ફ્રેન્ડ્સ સાથે હસવાથી સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ વધે છે, જેનાથી તણાવ ઓછો થાય છે અને મગજ શાંત થાય છે. આ તમારા સ્વભાવને હળવો રાખવા માટે ખૂબ જરૂરી છે.

રસોઈ

રસોઈ બનાવવી એ એક થેરાપી જેવું છે. જ્યારે તમે સ્વાદિષ્ટ ભોજન બનાવો છો, ત્યારે તમારું મગજ ઓક્સીટોસિન રિલીઝ કરે છે, અને તમે લોકો સાથે જોડાઈ શકો છો અને તમારા બોન્ડને વધું મજબુત કરી શકો છો

ઊંઘ

8-9 કલાકની આરામદાયક ઊંઘ તમારા શરીરને ફરીથી રીચાર્જ કરવામાં મદદ કરે છે અને શરીરમાં હેપ્પી હોર્મોન્સ પણ રીલીઝ કરે છે. ઓછી ઊંઘ તમારા ડોપામાઇનના સ્તરને અસર કરે છે, જે તમારા મૂડને નીચે લઈ જાય છે.

ડાયેટ

તમારી ડાયેટમાં લીલા શાકભાજી, બ્રોકોલી, અને કોળાના બીજનો સમાવેશ કરો આ મગજને જરૂરી વિટામિન અને મિનરલ્સ આપે છે, જે સેરોટોનિનનું સ્તર વધારે છે અને તમને શાંતિ અને ખુશીનો અહેસાસ કરાવે છે.

સંગીત

સંગીતની મંત્રમુગ્ધ કરનાર ધુન તમારા મગજમાં એક સાથે અનેક હેપ્પી હોર્મોન્સ (જેમ કે ડોપામાઇન અને એન્ડોર્ફિન્સ) છોડે છે, જે તમને તંદુરસ્ત, ખુશ અને મોટીવેટેડ રાખે છે

મધ અથવા એલોવેરા, કયું છે ત્વચા માટે સૌથી ફાયદાકારક?