મધ અને એલોવેરા બંનેને ત્વચાની સંભાળ લેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એલોવેરા અને મધમાં રહેલા ગુણો ત્વચાને સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે. આવો જાણીએ મઘ અને એલોવેરા સૌથી વધું શ્રેષ્ઠ વિકલ્પ કયો ?
મધ ત્વચા પર થતા ખીલને અટકાવે છે અને ત્વચાને પોષણ આપે છે. આ સાથે સનબર્ન અને ઇજાઓને ઝડપથી સાજા કરવામાં મદદ કરે છે.
મધ ત્વચાને નરમ રાખવામાં મદદ કરે છે અને તેમા રહેલા એન્ટી એજીંગ ગુણો ત્વચાને યંગ રાખવામાં મદદ કરે છે.
એલોવેરા ત્વચાને ઠંડક આપે છે અને બળતરા ઘટાડે છે. આ સાથે તે ત્વચાના દુઃખાવા અને સોજાને ઘટાડે છે.
મધ અને એલોવેરા બંને ત્વચા માટે ફાયદાકારક છે, પણ જો તમારી ત્વચા શુષ્ક અને સંવેદનશીલ હોય, તો મધ વધુ સારું છે, જ્યારે ઓઈલી અને મિક્સડ ત્વચા માટે એલોવેરા વધારે ફાયદાકારક છે.