બેડ કૉલેસ્ટ્રોલ અર્થાત LDL હાર્ટ માટે ખરાબ માનવામાં આવે છે. જ્યારે ગુડ કૉલેસ્ટ્રોલ અર્થાત HDL શરીર માટે ફાયદેમંદ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ શરીરમાં ગુડ કૉલેસ્ટ્રોલનું લેવલ કેવી રીતે વધારી શકાય?
ગુડ કૉલેસ્ટ્રોલનું લેવલ વધારવા માટે ડાયટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરવી જોઈએ. ગુડ કૉલેસ્ટ્રોલ હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
ગુડ કૉલેસ્ટ્રોલ વધારવા માટે બીન્સ ખાવા જોઈએ, કારણ કે તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાસ્ફોરસ, આયરન અને કેરોટીન જેવા પોષક તત્વો મળી આવે છે.
જો તમે નૉન વેજ ખાતા હોવ, તો તમારે સી ફૂડ્સનું સેવન અચૂક કરવું જોઈએ. સાલ્મન, ટૂના, મર્કેલ વગેરે એવી ફિશ છે, જેમાં ઓમેગા-3 ફેટી એસિડ સારા એવા પ્રમાણમાં મળી આવે છે.
નટ્સ અર્થાત ડ્રાય ફ્રૂટ ખાવાથી પણ શરીરમાં ગુડ કૉલેસ્ટ્રોલનું લેવલ વધી શકે છે. આ માટે તમે ડાયટમાં કાજુ, પિસ્તા, બદામ અને અખરોટ જેના નટ્સ લઈ શકો છો. જેમાં ફેટી એસિડ મળી આવે છે.
ફ્રૂટ અર્થાત સિઝનલ ફળો ખાવાથી પણ શરીરમાં ગુડ કૉલેસ્ટ્રોલનું લેવલ વધે છે. આ માટે ડાયટમાં દ્રાક્ષ, સફરજન, ખાટા ફળ, કિવી અને જાંબુ જેવા ફળ સામેલ કરી શકો છો.