Figs Side Effects: અંજીર કોણે ના ખાવું જોઈએ?


By Sanket M Parekh03, May 2025 04:00 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય માટે હાનિકારક

અંજીર સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે, પરંતુ કેટલીક હેલ્થ કંડિશનમાં તેને ખાવાથી નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કઈ-કઈ પરિસ્થિતિમાં અંજીર ના ખાવા જોઈએ

લીવરની સમસ્યા

અંજીરના બીજ ભારે હોવાથી પચવામાં સમય લાગે છે. આથી જે લોકોને લીવર સબંધિત સમસ્યા હોય, તેમણે અંજીરનું સેવન ના કરવું જોઈએ.

બ્લીડિંગની સમસ્યા

અંજીરની તાસીર ગરમ હોય છે. જેનાથી ખાસ કરીને મહિલાઓમાં બ્લીડિંગની સમસ્યા વધારે થઈ શકે છે. આટલું જ નહીં, રેટીનલ બ્લીડિંગની સમસ્યા પણ વકરી શકે છે. આ ઉપરાંત પીરિયડ્સ પણ અનિયમિત થઈ શકે છે.

પથરીની સમસ્યા

અંજીરમાં ઓક્સલેટ હોય છે, જે કિડની સ્ટોન અર્થાત પથરીની સમસ્યાને વધારી શકે છે.આજ કારણોસર પથરીના દર્દીઓએ બને ત્યાં સુધી અંજીર ખાવાથી દૂર જ રહેવું જોઈએ, નહીંતર તબિયત વધારે લથડી શકે છે.

પેટમાં દુખાવો કે અપચો

જો તમને પેટમાં દુખાવો, ઝાડા કે અપચા જેવી સમસ્યા રહેતી હોય, તો તમારે અંજીર ના ખાવું જોઈએ. અંજીર પેટને ભારે કરી શકે છે, જેના પરિણામે તમારી તકલીફ વધી શકે છે.

માઈગ્રેનની સમસ્યા

સૂકા અંજીરમાં સલ્ફાઈટ હોય છે. જે માઈગ્રેનને ટ્રિગર કરી શકે છે. માઈગ્રેનના દર્દીઓએ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અંજીર ખાવાનું ટાળવું જોઈએ, નહીંતર તમારી સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

વધારે ના ખાવ અંજીર

સ્વસ્થ્ય વ્યક્તિએ પણ વધારે પડતાં અંજીર ના ખાવા જોઈએ. વધારે અંજીર ખાવાથી અપચો, ગેસ, એલરજી જેવી સમસ્યા થઈ શકે છે. આથી અંજીરને હંમેશા માપમાં જ ખાવા હિતાવહ છે.

તબીબની સલાહ લો

દરેક વસ્તુ દરેક શરીર માટે નથી હોતી એ સમજવું જોઈએ. અંજીર ભરે પોષ્ટિક તત્વોથી ભરપુર હોય, પરંતુ જો તમને કેટલીક ચોક્કસ સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો તમારે અંજીર ખાતા પહેલા એકવખત તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

Overthinkingથી શરીરમાં આ ફેરફારો જોવા મળે છે, જાણો