મગજને રાખવુ છે સ્વસ્થ, તો અપનાવો આ ઉપાયો


By Prince Solanki25, Dec 2023 03:38 PMgujaratijagran.com

મગજ

કસરત ન કરવાના કારણે અથવા તો ઓફિસમા વધારે પડતા કામના ભારણના કારણે લોકો તણાવનો શિકાર બનતા હોય છે. જણાવી દઈએ કે તણાવ મગજની સાથે શરીરને પણ નુકસાન પહોંચાડે છે. એવામા જો તમે તમારા મગજને હેલ્ધી રાખવા માંગો છો તો તમે કેટલાક ઉપાયોને અમલમા મૂકી શકો છો.

સવારે વાંચવાની આદત કેળવો

સવારે વાંચવાથી તમારા મગજને આરામનો અનુભવ થાય છે. જેથી રોજ સવારે ઉઠીને પુસ્તક, અખબાર અથવા કોઈ પત્રિકા વાંચવાની આદત કેળવો.

ધ્યાન ધરો

તણાવને દૂર કરવા માટે ધ્યાન ધરવાની કસરત એક સારો વિકલ્પ છે. મેડિટેશન કરવાથી વિચારશક્તિમા વધારો થાય છે. માટે રોજ સવારે ઉઠીને તમે 10 થી 15 મિનિટ માટે ધ્યાન ધરી શકો છો.

સંગીત સાંભળો

દિમાગને શાંત રાખવા માટે તમે શાંત સંગીતની મદદ લઈ શકો છો. આ માટે તમે રોજ 10 થી 15 મિનિટ શાંત સંગીત સાંભળી શકો છો. સંગીતને સાંભળવા થી મગજની વિચારવાની ક્ષમતા વધે છે.

ચેસ અને સૂડોકૂ રમો

મગજને સ્વસ્થ રાખવા માટે તમે ચેસ અથવા સૂડોકૂ જેવી પડકારભરી રમતો રમી શકો છો. તેનાથી તમારુ દિમાગ તેજ બને છે.

વ્યાયામ કરો

સ્વસ્થ દિમાગ રાખવા માટે તમે રોજ વ્યાયામ કરી શકો છો. વ્યાયામ કરવાથી માથાના ભાગમા લોહીનુ સર્કુલેશન સારી રીતે થાય છે. આ ઉપરાંત વ્યાયામ કરવાથી તમારુ દિમાગ ખુશ અને તણાવમુક્ત રહે છે.

પૂરતા પ્રમાણમા ઊંઘ લો

દિમાગને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામા ઓછી 8 કલાકની ઊંઘ લેવી જરુરી છે. અપૂરતી ઊંઘના કારણે તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ગર્ભાવસ્થા દરમિયાન આ રીતે પૂરી કરો પ્રોટીનની ઉણપ