Pregnancy Tips : ગર્ભાવસ્થા વખતે લોહી વઘારવા શું ખાવું જોઈએ ?


By Hariom Sharma05, Nov 2023 02:44 PMgujaratijagran.com

ગર્ભાવસ્થાનો સમય

ગર્ભાવસ્થાનો સમય દરેક મહિલાઓ માટે ખૂબ જ પડકારુપ હોય છે. ચલો જાણીએ ગર્ભાવસ્થા વખતે લોહી વઘારવા મહિલાઓએ શું ખાવું જોઈએ ?

ડાયટનું ધ્યાન

ગર્ભાવસ્થા વખતે મહિલાઓએ પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમયે ભરપૂર માત્રામાં પોષકતત્વો વાળો ખોરાક લેવાથી માં અને આવનારા બાળકના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે.

સમસ્યાઓ

ગર્ભાવસ્થા વખતે મહિલાઓને સ્વાસ્થ્ય સંબધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે. ઓછું હીમોગ્લોબિન થવું એ ગર્ભાવસ્થા વખતે થતી અનેક સમસ્યાઓ માંથી એક છે.

ફોલિક એસિડનું સેવન

શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય સ્તર પર લાવવા માટે ફોલિક એસિડથી ભરપૂર હોય તેવી શાકભાજીઓનું સેવન કરવું જોઈએ.રોજ ભોજનમાં ભીંડા,પાલક,અંકુરિત અનાજ વગેરેને પ્રાધાન્ય આપો.

ખોરાકમાં બીજ લો

ગર્ભાવસ્થા વખતે શરીરમાં આયરનની ખૂબ જરુર હોય છે. એવામાં તમારી ડાયટમાં સૂર્યમુખીનાં બીજ, કોળાનાં બીજનું સેવન જરુરથી કરો. તેનાથી હીમોગ્લોબિનની સાથે સાથે શરીરને અન્ય સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે.

સુખો માવો

સુખો માવો જેવો કે ખજૂર અને અંજીર વગેરેને તમારી ડાયટમાં સામેલ કરો. તેનાથી હીમોગ્લોબિનનું પ્રમાણ લેવલમાં રહે છે. તેમા આયરન પણ ભરપૂર માત્રામાં હોય છે.

દાળ અને સ્મૂદી

તમારી ડાયટમાં રોજ ઓછામાં ઓછી દાળને સામેલ કરો. તેમા પ્રોટીન સહિત બીજા અનેક પોષકતત્વો હોય છે. આ સિવાય ગાજર,બીટ,સફરજનથી બનેલી સ્મૂદી પણ હીમોગ્લોબિન ધારવા માટે મદદ કરે છે.

અખરોટ, કિશમિશ અને બદામ

કાજુ-બદામ,અખરોટ, કિશમિશ તથા ખજૂરનું સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિન નું પ્રમાણ વધે છે. જે તમને અન્ય સ્વાસ્થ્ય સંબધિત ઘણી સમસ્યાઓથી બચાવે છે. સૌથી જરુરી એ છે કે ગર્ભાવસ્થા વખતે તમે તમારા ગાયનેક સાથે વાત કરીને જ કોઈ પણ વસ્તુનું સેવન કરો.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

Walking on Grass : ઉઘાડા પગે ઘાસ પર ચાલાવાનો યોગ્ય સમય