Walking on Grass : ઉઘાડા પગે ઘાસ પર ચાલાવાનો યોગ્ય સમય


By Hariom Sharma05, Nov 2023 12:19 PMgujaratijagran.com

ઘાસ પર ચાલવું

ઘરનાં વૃધ્ધો હંમેશા પરિવારનાં અન્ય સભ્યોને ઉઘાડા પગે ઘાસ પર ચાલાવાની સલાહ આપતા હોય છે. ખુલ્લા પગે ઘાસ પર ચાલાવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબઘિત ફાયદા થાય છે.

સ્વાસ્થ્ય સંબઘિત ફાયદા

ઉઘાડા પગે ઘાસ પર ચાલાવાથી પૃથ્વીની પ્રાકૃતિક ઉર્જાથી તમારા શરીરનો સીધો સંબધ બંધાય છે. જો તમે ઉઘાડા પગે ઘાસ પર ચાલતા નથી તો પહેલા તમે ઘાસ પર ચાલાવાનાં કેટલાક સ્વાસ્થ્ય સંબઘિત ફાયદા વિશે જાણી લો.

અનિદ્રામાં રાહત

જો તમે અનિદ્રાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે આજથી જ ઉઘાડા પગે ઘાસ પર ચાલવાનું શરુ કરી શકો છો. રોજ 30 મિનિટ ઉઘાડા પગે ઘાસ પર ચાલવાથી અનિદ્રાની સમસ્યામાં ચોક્કસ રાહત મળે છે.

માનસિક સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય એક્સપર્ટના પ્રમાણે ઉઘાડા પગે ઘાસ પર ચાલવાથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે. જો તમે માનસિક સ્વાસ્થ્ય સંબઘિત સમસ્યાથી પીડાવો છો તો ઘાસ પર ચાલવાથી ફાયદો થાય છે.

You may also like

માત્ર 15 મિનિટમાં દ્રાક્ષનો હલવો ઘરે કેવી રીતે બનાવી શકાય, ચાલો જાણીએ

આદુના છોડનો ઘરે ઉછેર કેવી રીતે કરવો, ચાલો જાણીએ

ઘાસ પર ચાલવાનો યોગ્ય સમય

આમ તો તમે ગમે ત્યારે ઘાસ પર ચાલી શકો છો પણ સવારનાસમયગાળા દરમિયાન ઘાસ પર ચાલવાથી તેના વધુ ફાયદા સ્વાસ્થ્યને મળે છે.

આંખો માટે ફાયદારુપ

સવારના સમયગાળા દરમિયાન ઘાસ પર ચાલવાથી આંખોને પણ ફાયદો મળે છે. કહેવાય છે કે ઉઘાડા પગે ઘાસ પર ચાલવાથી આંખોના તેજમાં સુધારો જોવા મળે છે.

મૂડમાં સુધારો

એવું કહેવાય છે કે ઉઘાડા પગે ઘાસ પર ચાલવાથી મૂડમાં સુધારો થાય છે. જો થોડા સમય ઘાસ પર ચાલી તમારા મૂડમાં સુધારો થાય છે તો તેનો લાભ આખો દિવસ મળતો હોય છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

આ ઘરેલું ઉપાય અજમાવીને પિમ્પલ્સથી રાતોરાત છુંટકારો મેળવો