કહેવાય છે ઘણા બધા રોગોની શરુઆત પેટથી થાય છે, જો પેટ તંદુરસ્ત હશે તો ઘણા રોગોથી બચી શકાય છે. દિવસ દરમિયાન જો તમે સારુ અને હેલ્ધી ફીલ કરવા માંગતા હોવ તો આંતરડાની તંદુરસ્તી જાળવવી ખૂબ જરૂરી છે. તંદુરસ્ત આંતરડા વધુ સારી રીતે પાચન, વિટામિન્સ અને ખનિજોનું શોષણ અને હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણ આપે છે. આવો જાણીએ એ 5 સરળ રીતો વિશે જે તમારા આંતરડાની સ્વાસ્થ્યની કાળજી લેશે
ફાઇબરયુક્ત ખોરાક આંતરડામાં ફાયદાકારક બેક્ટેરિયાને પોષણ આપે છે અને તેને વધારે છે. આ માટે તમારા ભોજનમાં ફળો, શાકભાજી, કઠોળ, બદામ અને આખા અનાજનો સમાવેશ કરો જેમાથી સારી માત્રામાં ફાઇબર મળી રહે છે
પ્રોબાયોટીક્સ એ હેલ્ધી બેક્ટેરિયા છે જે આંતરડાના માઇક્રોબાયોટાને જાળવી રાખવામાં મદદ કરે છે અને પાચન સારુ કરે છે. દહીં, છાશ, આથેલા ચોખાની વાનગીઓ, અથાણાં જેવા ખોરાકમાં ગટ-ફ્રેન્ડલી બેક્ટેરિયા હોય છે જે તમારા આંતરડાને સ્વાસ્થ્યને ટેકો આપે છે
પ્રીબાયોટિક ખોરાક હેલ્ધી બેક્ટેરિયાના ખોરાક તરીકે કામ કરે છે, જે આંતરડામા તેમના વિકાસમા મદદ કરે છે આ માટે તમારા ડાયેટમાં લસણ, ડુંગળી, કાચા કેળા, ફ્લેક્સસીડ, કઠોળ, સફરજન અને વધુ જેવા પ્રીબાયોટિક ખોરાકનો સમાવેશ કરો
આંતરડાના સારા સ્વાસ્થ્ય માટે પ્રમાણસર ખોરાકનું સેવન કરો, આ સાથે તમારી દિનચર્યામાં ધ્યાન, ઊંડા શ્વાસ લેવાની કસરત અથવા યોગને સ્થાન આપો જે સ્ટ્રેસ મેનેજમેન્ટમા મદદ કરશે, અને તમારા ગટ હેલ્થને પણ સારુ કરશે
આંતરડાના સારા સ્વાસ્થ્ય માટે પ્રમાણસર ખોરાકનું સેવન કરો, આ સાથે તમારી દિનચર્યામાં ધ્યાન, ઊંડા શ્વાસ લેવાની કસરત અથવા યોગને સ્થાન આપો જે સ્ટ્રેસ મેનેજમેન્ટમા મદદ કરશે, અને તમારા ગટ હેલ્થને પણ સારુ કરશે
શરીરને પૂરતા પ્રમાણમા પાણી આપવું પણ એટલુંજ જરૂરી છે જે પાચન અને આંતરડાના આરોગ્યને જાળવી રાખે છે. પુષ્કળ પાણી પીવાથી આંતરડા સારી રીતે કાર્ય કરી શકે છે અને શરીરમાં પોષક તત્ત્વોને ફેલાવામાં મદદ કરે છે. દરરોજ આઠ ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખો