આજકાલની ભાગદોડભરી જીંદગીમાં લોકોનો સ્ટ્રેસ લેવલ વધતો જાય છે, ભણતર, કારકીર્દીને લઈને મોટાભાગના લોકો સ્ટ્રેસ અથવા ટેન્શનનો સામનો કરી રહ્યા છે. તેની અસર યાદશક્તિ પર પણ પડી રહી છે. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલુજ આવશ્યક છે જેટલું શારીરિક સ્વાસ્થ્યનું. આવો જાણીએ શું ખાવાથી તમે તમારા મગજને તેજસ્વી બનાવી શકો છો
ઓમેગા-3 ફેટી એસિડ્સ મગજના આરોગ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે તે તમારી યાદશક્તી સુધારે છે માછલી, શણના બીજ અને અખરોટ જેવી વસ્તુઓમાં ઓમેગા -3 ફેટી એસિડ મળી આવે છે
ઝિંક પણ મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે મગજના કોષોના વિકાસમાં મદદ કરે છે.
હળદરને પણ આયુર્વેદમાં ઘણુ મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં રહેલું કર્ક્યુમિન તમારી યાદશક્તિને મજબૂત બનાવામાં મદદ કરે છે.
અશ્વગંધા એડેપ્ટોજેનિક ગુણધર્મો ધરાવે છે અને તે ટેન્શન અને સ્ટ્રેસને દૂર કરે છે.ટેન્શનની સ્થિતીમાં તે મગજને આરામ આપવાનું કામ કરે છે
બ્રાહ્મી મગજના ન્યુરો સ્ટ્રક્ચરને સુધારે છે, અને તણાવ, હતાશા અને ચિંતા ઘટાડે છે.