આમલીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, આમલીનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
વધતા વજનને કંટ્રોલ કરવા માટે દરરોજ આમલીનું પાણીનું પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આમલીના પાણીમાં વિટામિન સી હોય છે.રોજ તેનું સેવન કરવાથી ખીલથી રાહત આપે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
શરીરિક રોગો સામે લડવાની ક્ષમતા વધારવા માટે તમે રોજ આમલીનું પાણી પી શકો છો. તેમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
રોજ આમલીનું પાણી પીવાથી શરીરમાં એકત્ર થયેલા ટોક્સિન્સ દૂર કરે છે, મળ પસાર થવામાં પણ સરળતા રહે છે,જેનાથી કબજિયાત અને અપચો દૂર થાય છે.
આમલીના પાણીમાં પોટેશિયમ અને ફ્લેવોનોઈડ હોય છે તેનું સેવન કરવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
સવારે ખાલી પેટ આમલીના પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે.
આમલીનું પાણી વધુ માત્રામાં પીવું પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી માત્ર 1 કપ જ પીવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.