જે રીતે શરીરને પાણીની જરુરિયાત હોય છે એજ રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થવુ જરુરી છે.
સામાન્ય રીતે અનિયમિત લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાવાપીવાની આદતોના કારણે શરીરમા બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થઈ શકતુ નથી, તેના કારણે તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. ચલો જાણીએ શરીરમા બ્લડ સર્કુલેશન સુધારવા માટે તમે કંઈ વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ.
તમે તમારા ડાયટમા તજને સામેલ કરો. તજના સેવનથી બ્લડ સર્કુલેશન યોગ્ય બને છે અને તેનાથી શરીર પણ સ્વસ્થ રહે છે.
બ્લડ સર્કુલેશનને વધારવા માટે તમે લસણનુ પણ સેવન કરી શકો છો. લસણ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે.
પાલક શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. જેથી પાલક ખાવાથી બ્લડ સર્કુલેશનમા સુધારો આવે છે.
આયરનથી ભરપૂર બીટના સેવનથી શરીરમા બ્લડ સર્કુલેશન તો યોગ્ય બને જ છે પરંતુ તેના સેવનથી શરીરને અન્ય સ્વાસ્થ્ય સંબધિત પણ ફાયદા મળે છે. તમે બીટનો જ્યુસ પણ પી શકો છો.
દાડમના સેવનથી પણ બ્લડ સર્કુલેશનને સુધારવામા મદદ મળે છે. દાડમમા આયરનની પ્રચુર માત્રા હોય છે, જેના કારણે બ્લડ સર્કુલેશન સુધરે છે.