દિવાલ પર લગાવેલ વૉલપેપર દૂર કરવા માટે આ ટ્રીક્સ અજમાવો


By Vanraj Dabhi01, Jan 2024 03:26 PMgujaratijagran.com

વૉલપેપર દૂર કરવાની ટ્રીક્સ

આજકાલ લોકો પોતાના ઘરને ક્લાસી લુક આપવા માટે દિવાલો પર વોલ પેપર લગાવે છે. લગાવ્યા પછી તેને દૂર કરવું ખૂબ મુશ્કેલ કાર્ય લાગે છે. આ તકે આજે અમે તમને દિવાલ પરથી વોલ પેપર દૂર કરવાની કેટલાક સરળ ટ્રીક્સ જણાવીશું.

ચાકુ વડે દૂર કરો

ટેપીંગ નાઈફની મદદથી વોલ પેપરની કિનારીઓને નીચે ઉતારો અને પછી ધીમે ધીમે આખી દિવાલ પરથી કાગળ સરળતાથી દૂર કરી શકશો.

ગરમ પાણીથી દૂર કરો

આ સરળ ટ્રીક્સ માટે તમારે વોલ પેપર પર ગરમ પાણી છંટો પછી તેને 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ વોલ પેપર સરળતાથી દૂર થશે.

સ્ટીમરનો ઉપયોગ કરો

આ સિવાય તમે સ્ટીમર વડે પણ વોલ પેપર સરળતાથી દૂર કરી શકો છો. ખૂબ સાવધાની સાથે તેનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.

You may also like

Lips Beauty Tips: હોઠની ડેડ સ્કિન થઈ જશે ગુલાબી, બસ ઘરે બેઠા કરી લો આ 4 કામ

શિયાળામાં પહેલીવાર પહાડો પર ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન? તો જાણી લો આ જરૂરી

પાણી લગાવો

કોટનના કપડાને પાણીમાં પલાળીને વોલ પેપર પર લૂછી લો. આ સાથે વોલ પેપર પણ સરળતાથી દૂર થઈ જશે.

વિનેગર લગાવો

તમે પાણીમાં વિનેગર મિક્સ કરીને પણ વોલ પેપર સાફ કરી શકો છો. આ પણ સરળતાથી વોલપેપર દૂર કરી શકાય છે.

ડીટરજન્ટ સોલ્યુશન

પાણીમાં ડીટરજન્ટ મિક્સ કરીને સોલ્યુશન બનાવો. આ દ્રાવણને વોલ પેપર પર લગાવવાથી વોલપેપર દૂર કરવામાં વધુ મહેનત નહીં કરવી પડે.

વાંચતા રહો

તમે દિવાલ પરથી વોલપેપર દૂર કરવા માટે આ હેક્સની મદદ પણ લઈ શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બુદ્ધિશાળી બાળકોમાં આ 10 આદતો જોવા મળે છે