આજના સમયમાં ભેળસેળ વાળી અને નકલી વસ્તુઓ બજારમાં વહેંચવી સામાન્ય બની ગયુ છે. આ તકે અસલી કે નકળી વસ્તુ કેવી રીતે ઓળખવી તે મોટો પ્રશ્ન બની ગયો છે.
આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે અસલી નકલી વસ્તુની ઓળખ સરળતાથી કરી શકો છો.
કેળામાં વિટામિન બી6, સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને એન્ટિઓક્સિડન્ટ જેવા પોષક તત્ત્વો જોવા મળે છે.
કેળાને પાણીમાં નાખો જો કેળા પાણીમાં ડુબી જાય, તો સમજવું કે તે અસલ કેળા છે.
અસલી કેળાની છાલ પર ભૂરા રંગના ડાઘ હોય છે, જ્યારે કાર્બાઇટથી પકવેલા કેળા ભૂરા રંગના ડાઘ ઓછા હોય છે.
અસલી કેળાની દાંડલી કાળી હોય છે, જ્યારે કાર્બાઇટથી પકાવેલા કેળાની દાંડલી લીલી હોય છે.
આ માત્ર સામન્ય માહિતી આધારીત વિગતો છે વધુ માહિતી માટે નિષ્ણાતની સલાહ લો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.