Anger Control Activities: ગુસ્સાને તરત શાંત કરવાની 7 સરળ રીતો


By Vanraj Dabhi17, Feb 2025 11:21 AMgujaratijagran.com

ગુસ્સે થવાની સમસ્યા

ગુસ્સો કોઈને પણ આવી શકે છે, પરંતુ તેને કાબૂમાં રાખવો ખૂબ જરૂરી છે.

ગુસ્સાને તરત શાંત કરો

શું તમને પણ વારંવાર ગુસ્સો આવે છે, અને તમે તમારા ગુસ્સાને તાત્કાલિક શાંત કરવા માંગો છો, તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું.

7 સરળ રીતો

આજે અમે તમને ગુસ્સો શાંત કરવાની અસરકારક પદ્ધતિઓ જણાવીશું જે, તમે અમલ કરીને તમારા ગુસ્સાને તાત્કાલિક શાંત કરી શકો છો.

ઊંડા શ્વાસ લો

જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તરત ઊંડા શ્વાસ લો અને તમે તમારા શ્વાસની ગણતરી કરો, આમ કરવાથી તમારો ગુસ્સો શાંત થશે.

ઉલટી ગણતરી કરો

જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તમારે 10 કે 20 અંકની ઉલટી ગણતરી કરો, આ તમારા ગુસ્સાને શાંત કરવામાં મદદ કરશે.

જગ્યાથી દૂર જાઓ

જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તમારે જે જગ્યા પર હોવ ત્યાથી થોડે દૂર જાઓ, આમ કરવાથી તમારો ગુસ્સો મહદઅંશે ઓછો થશે.

મંત્રોના જાપ કરો

જ્યારેપણ તમને ગુસ્સો આવે ત્યારે તમારે ગાયત્રી મંત્ર, હનુમાનચાલી અથવા તમને આવડતા હોય તે મંત્રો જાપ કરવાથી તમારો ગુસ્સો શાંત થશે.

ચૂપ રહો

જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે થોડો સમય કઈપણ બોલ્યા વગર ચૂપ બેસી રહેવાથી ગુસ્સો તરત શાંત થઈ શકે છે.

ગીત ગાઓ

ગુસ્સાને તાત્કાલિક શાંત કરવા માટે તમે વોશરૂમ જાઓ અને તમારી જાતે ગીત ગણગણો, આ યુક્તિ તમારો ગુસ્સો શાંત કરી શકે છે.

શબ્દો પર કાબૂ રાખો

જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમારે બોલવામાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે, શબ્દો પર કાબૂ રાખવાથી ગુસ્સો શાંત થઈ શકે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cardamom Oil Benefits: એલચીનું તેલ ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે?