બજારમાં અનેક પ્રકારની નકલી વસ્તુઓ ઉપલબ્ધ છે. આજ કાલ ખાદ્ય પદાર્થો, ફળો તેમજ શાકભાજીમાં પણ ભેળસેળ થવા લાગી છે, ચાલો જાણીએ કે નકલી લસણ કેવી રીતે ઓળખવું?
ઓરિજનલ લસણની છાલ પાતળી અને કાગળ જેવી હોય છે અને તેને છોલવી પણ ખૂબ જ સરળ હોય છે.
નકલી લસણની છાલ જાડી હોય છે અને તે પ્લાસ્ટિક જેવું પણ દેખાય છે, તેના પર બ્લીચિંગ પણ થઈ શકે છે.
નકલી લસણની છાલ આછા ભૂરા રંગની હોઈ છે અને તેના પર ફોલ્લીઓ પણ હોઈ છે, જ્યારે અસલી લસણની છાલ સફેદ હોય છે.
અસલી લસણમાં ખૂબ જ તીખી ગંધ આવે છે અને નકલી લસણમાંથી તીવ્ર ગંધ નહીં આવે.
નકલી લસણને તેની કળી દ્વારા ઓળખી શકો છો. અસલી લસણની કળી ઘન અને એકબીજા સાથે જોડાયેલી હોય છે. જ્યારે નકલી લસણની કળી છૂટી હોઈ છે.
અસલી લસણની કળી તોડવી પણ મુશ્કેલ છે. જ્યારે, નકલી લસણ સરળતાથી તૂટી જાય છે.
નકલી લસણને પાણીમાં નાખીને ઓળખી શકો છો. આ માટે, લસણને એક ગ્લાસ પાણીમાં નાખો. અસલી લસણ પાણીમાં ડૂબી જશે અને નકલી લસણ તરતું રહેશે.