નાની મોટી ઈજા અથવા મોટો ઘાવ દરેક લોકોને લાગતા જ હોય છે, એટલા માટે ઈજા અથવા ઘાવ પર કોઈ ઈંન્ફેકશન ન થાય અને ઝડપથી સાજા થવા માટે આ નેચરલ વસ્તુને લગાવી શકો છો.
હળદરમાં ઔષધીના ગુણોથી ભરપૂર હોય છે,તેથી હળદરની પેસ્ટ તમને ઈજા અને ઘાવ મટાડવા માટે ઉપયોગી થઈ શકે છે. જેના માટે તમારે હળદરની પેસ્ટ બનાવીને સ્વચ્છ કોટન (રૂ) વડે ઈજા અથવા ઘાવ પર લગાવવાથી રાહત મળશે.
એલોવેરામાંથી જેલ કાઢીને ઘાવ પર કોટનની મદદથી સવાર-સાંજ લગાવો, એન્ટી-સેફ્ટી અને એન્ટી-બાયોટીરિયલના ગુણોથી ભરપૂર એલોવેરાનું જેલ તમને ઘાવ ભરવામાં મદદ કરી શકે છે.
લીંમડાની ઘણી પેસ્ટમાં એન્ટી-બેક્ટીરિયલ,એન્ટી-ફંગલ અને એન્ટી-સેફ્ટિ્ક ગુણો હોય છે. જે ઘાવ પર લગાવવી શકાય છે. તેના માટે લીંમડાના પાંદડાંને સારી રીતે પાણીથી ધોઈને પેસ્ટ બનાવો અથવા તેના પાણીથી ઘાવને ધોવો.
ઘાવ અથવા ઈજા મટાડવા માટે કોટન વડે નારિયેળનું તેલ લગાવો, નારિયેળના તેલમાં એન્ટી-બેક્ટીરિયલ, એન્ટી-ફંગલ, અને એન્ટી ઈંપ્લિમેટરના ગુણો હોય છે. જે ઘાવ ભરવામાં અસરકારક છે.
ઘાવ લાગેલ ભાગ પર સોજો અથવા દુખાવાથી રાહત મળી શકે છે. જેના માટે તમે ગરમ પાણીમાં સાફ કપડું પલાડીને હળવા હાથે શેક કરી શકાય છે.
ઘણી વખત ઘાવ લાગવાથી સોજો ચડી જાતો હોય છે અને તેનાથી દુખાવો થતો હોય છે. જેથી ઘાવ લાગવાને કારણે થતી પીડા, સોજો અને બળતરાથી રાહત મેળવવા માટે બરફનો શેક કરી શકો છો.