Get Rid of Yellow Teeth: દાંતની પીળાશ દૂર કરવાના ઘરેલું ઉપાયો


By Vanraj Dabhi09, Mar 2025 09:34 AMgujaratijagran.com

દાંતની પીળાશ

ખરાબ ખાવાની આદતો અને દાંતની યોગ્ય કાળજી નહીં લેવાથી દાંત પીળા પડવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

ઘરેલું ઉપાયો

આજે અમે તમને દાંતની પીળાશને દૂર કરવા માટે કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો જણાવીશું, જે તમને દાંતની પીળાશને દૂર કરવામાં મદદ કરશે.

બેકિંગ સોડા અને લીંબુ

દાંતમાં ફસાયેલી ગંદકી સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ કરી શકો છો.

સરસવના તેલ- મીઠું

સરસવના તેલમાં એક ચપટી મીઠું મિક્સ કરી આંગળીઓથી દાંત પર હળવા હાથે ઘસો.આ તમારા દાંતની પીળાશ દૂર કરશે અને પેઢા પણ મજબૂત બનાવશે.

નારિયેળ તેલ

દાંતને ચમકાવવા માટે રોજ સવારે મોંમાં 1 ચમચી નારિયેળ તેલ નાખીને 10 મિનિટ સુધી કોગળા કરવાથી દાંતમાંથી ગંદકી દૂર કરે છે.

ખાદ્ય પદાર્થો

સફરજન, ગાજર અને કાકડી ખાવાથી દાંતનો કુદરતી પીળાશ ઓછી કરે છે, આ કુદરતી બ્રશની જેમ કામ કરે છે અને દાંત સાફ કરવામાં મદદ કરે છે.

હળદર-નારિયેળ તેલ

પીળાદાંત સફેદ કરવા માટે હળદરમાં થોડા ટીપાં નારિયેળ તેલ મિક્સ કરીને આ પેસ્ટને બ્રશની મદદથી દાંત પર લગાવો અને 2 મિનિટ પછી ધોઈ લો.

સાવધાન

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની સલાહ અને જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોળીમાં આ રીતે કરો વાળની માવજત