ઘણા લોકોને ગરમીમાં સરદી- ખાંસીની સમસ્યા રહે છે. આ માટે ગરમીમાં સરદી-ખાંસી થવા પર આ સરળ ઘરેલું ઉપાયો અપનાવીને આ સમસ્યામાં રાહત મેળવો.
ગરમીમાં સરદી-ખાંસી થવા પર સ્ટીમ લો. ગરમીમાં સ્ટીમ લેવું સરળ નથી પરંતુ આને લેવાથી તમને રાહત મળશે. નવશેકા પાણીમાં પિપરમેન્ટ અથવા નીલગીરી તેલ મિક્સ કરીને નાસ લો.
વધારે પડતા લોકો સરદી-ખાંસી થવા પર પાણીનું સેવન ઘટાડી દે છે. ગરમીમાં આ આદત શરીરને ડિહાઇડ્રેટ કરે છે. આ માટે ભરપૂર માત્રામાં પાણી અને ડ્રિન્ક્સનું સેવન કરવાથી કફમાં રાહત મળે છે.
તાસીરમાં ગરમ આદુ ગરીમાં સરદી-ખાંસીની સમસ્યાને ઘટાડે છે. આ માટે આદુની ચાનું સેવન કરો, જે સરદી-ખાંસીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
ગરમીમાં સરદી-ખાંસીના કારણે તમારા ગળામાં ખરાસ અથવા દુખાવો છે તો કોગળ કરવાથી તમને આરામ મળશે. આ માટે નવશેકા ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરો.
ગરીમાં સરદી-ખાંસીની સમસ્યાં થવા પર આરામ કરવો જરૂરી છે. રેસ્ટ કરવાથી બોડી રિકવરીમાં મદદ મળે છે. ગરમીની સમસ્યામાં સરદી-ખાંસીની દૂર કરવા માટે ભરપૂર આરામ કરો.
ઇમ્યૂનિટી સ્ટ્રોંગ રહે છે તો શરીર ઝડપથી પોતાને રિકવર કરી લે છે. આ માટે ઇમ્યૂનિટી વધારવા માટે ડાયેટામાં તુલસી, હળદર, મરી, લીલા શાકભાજી અને મધ સામેલ કરો.