વજન વધારવા માટે તમે મધવાળું દૂધ પણ પી શકો છો. આ માટે તેમાં દ્રાક્ષ, કાજૂ અને ખજૂર મિક્સ કરો. આનાથી હેલ્ધી રીતે વજન વધે છે સાથે શારીરિક કમજોરી પણ દૂર થાય છે.
મધ ખાવ
વજન વધારવા માટે તમે મધને ડાયરેક્ટ પણ ખાઇ શકો છો. આમાં શુગર અને કેલેરી સારી માત્રામાં હોય છે, જે સરળ રીતે પચીને ભૂગ લાગવાની પ્રક્રિયાની વધારે છે, જેનાથી વજન વધવામાં સરળતા રહે છે.
કેળા અને મધ
મધ અને કેળા એક સાથે મિક્સ કરને ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ મળે છે, જે વજન વધારવામાં મદદ કરે છે. આ માટે કેળાને ક્રશ કરીને તેમાં મધ મિક્સ કરીને ખાવ.
મધ અને દ્રાક્ષ
આ કોમ્બિનેશન વજન વધારવા માટે રામબાણ ઇલાજ છે. આ માટે દ્રાક્ષને રાત્રે પલાળીને સવારે તેમાં મધ મિક્સ કરીને ખાવ. આમ કરવાથી થોડા જ દિવસોમાં અસર જોવા મળે છે.
મધ અને ખજૂર
મધને ખજૂર એક સાથે ખાવાથી પાચન તંત્ર હેલ્ધી રહેવાની સાથે વજન પણ વધે છે. આ માટે ખજૂરને રાત્રે પલાળીને સવારે તેમાં મધ મિક્સ કરીને ખાવ.
ઈંડાના પીળા ભાગમાં હોય છે ઘણાં પોષકતત્ત્વો, જાણો તેના ફાયદા