ઈંડાના પીળા ભાગમાં હોય છે ઘણાં પોષકતત્ત્વો, જાણો તેના ફાયદા
By Hariom Sharma2023-05-23, 19:35 ISTgujaratijagran.com
ઈંડાના પીળા ભાગમાં ઘણા એવા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે, જે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આવો જાણીએ ઈંડાના યોકનું સેવન કરવાના ફાયદા વિશે.
ત્વચા માટે ફાયદાકારક
ઈંડાનો પીળો ભાગ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આના સેવનથી ત્વચાની સાઇનિંગ વધે છે. આમા રહેલા ગુણકારી તત્ત્વ ફ્રી રેડિકલ્સના કારણે થઇ રહેલા ડેડ સ્કિન સેલ્સની સમસ્યાથી છુટકારો અપાવે છે, અને ત્વચાની સ
હૃદય માટે ફાયદાકારક
ઈંડાના પીળા ભાગમાં એમીનો એસિડનો સારો સોર્સ હોય છે, જે હૃદય લગતી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. આના સેવનથી બ્લડ ફ્લો સુધરે છે અને બ્લડ ક્લોટિંગની સમસ્યા પણ ઘટે છે.
આંખો માટે ફાયદાકારક
ઈંડના યોકનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં રહેલા વિટામિન એ અને લ્યૂટિન મેકુલર ડિઝનરેશનને વધતા રોકે છે. મેકુલર ડિઝનરેશનના વધવાથી આંખોની રોશની ઘટવા લાગે છે.
રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે
ઈંડાના પીળા ભાગનું સેવન કરવાથી તમે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવી શકો છો. આમાં રહેલા વિટામિન એ અને વિટામિન બી12 ઇમ્યૂનિટી સુધારવામાં મદદ કરે છે, જેનાથી શરીરને સિઝનલ બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે.
મસ્તિષ્ક માટે ફાયદાકારક
ઈંડાના યોકમાં કેટલાક એવા મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે, જે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. આમાં રહેલા ફોસ્ફોરસ અને ફોલેટ મસ્તિષ્કના તંત્રનો વિકાસ કરવામાં મદદ કરે છે.
સ્નાયુઓ માટે ફાયદાકારક
પ્રોટીન માટે ઈંડાના યોકનું સેવન એક સારો વિકલ્પ છે. આમાં રહેલું પ્રોટીન સ્નાયુઓની કોશિકાને ડેમજ થતાં રોકે છે. આના નિયમિત સેવનથી સ્નાયુઓ મજબૂત બને છે.