ગરમીમાં ACનો વધુ ઉપયોગ બની શકે છે નુકસાનકારક


By Hariom Sharma2023-05-23, 18:57 ISTgujaratijagran.com

ગરમીમાં AC રૂમમાં વધુ સમય સુધી રહેવાથી પણ શરીર પર ખરાબ અસર કરે છે. આવો જાણીએ ગરમીમાં ACનો વધુ ઉપયોગ કરવાથી શરીર થતાં નુકસાન વિશે.

ડ્રાઇ આઇ સિન્ડ્રોમની સમસ્યા

એસીનો વધુ ઉપયોગ આંખો માટે પણ હાનિકારક છે. ડ્રાઇ આઇની સમસ્યામાં વધુ સમય સુધી એસી રૂમમાં બેસી રહેવાથી માથાનો દુખાવો અને આંખોમાં ખંજવાળ જેવી સમસ્યા થવા લાગે છે.

સ્કિન ડ્રાઇનેસની સમસ્યા

એસી રૂમનું તાપમાન મોઇશ્ચર શોષી લે છે, જે સ્કિન ડ્રાઇનેસની સમસ્યાનો વધારો કરે છે. એસીમાં વધુ સમય સુધી બેસવાથી સ્કિન સિવાય મોઢું અને ગળુ પણ સૂકાવા લાગે છે. સેન્સેટિવ સ્કિનવાળા લોકોએ એસીથી દૂર રહેવું જોઇ

અસ્થમાની સમસ્યા

એસીમાં રહેવાના કારણે શ્વાસને લગતી સમસ્યા પણ વધવા લાગે છે. એસી બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને એલર્જીની સમસ્યાને વધારે છે, જેના કારણે અસ્થમાં અને અન્ય ઘણી સમસ્યા થવા લાગે છે.

સાંધાની સમસ્યા

સાંધાના દુખાવામાં વધુ સમય સુધી એસીમાં બેસી રહેવાથી દુખાવો વધી શકે છે. એસીના કારણે શરીરમાં એકડનની સમસ્યા થવા લાગે છે, આમા સાંધાના દુખાવા અને સોજાની સમસ્યાથી પરેશાન છો તો એસી રૂમમાં વધુ સમય ના રહેવું.

સરદી-ખાંસીની સમસ્યા

એસીમાં રહ્યા પછી જ્યારે તમે તડકામાં નીકળો છો, તો તેનાથી શરીરમાં ભેજ વધે છે. ભેજ વધવાના કારણે શરીરનું તાપમાન ખાબ થવા લાગે છે, જેના કારણે સરદી, ખાંસી અને તાવની સમસ્યા થવા લાગે છે.

ભારતમાં લોન્ચ થયો નોકિયાનો સસ્તો સ્માર્ટફોન નોકિયા સી32