ડાયેટિશિયન પાસેથી જાણો રાજમા-ચાવલ ખાવાની યોગ્ય રીત, નહીં વધે વજન


By Sanket M Parekh2023-05-23, 16:44 ISTgujaratijagran.com

ગુણોથી ભરપુર રાજમા

રાજમામાં પ્રોટીન,આયરન, કાર્બ્સ, વિટામિન્સ અને મિનરલ પુષ્કળ પ્રમાણમાં છે. જે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. જો કે તેને ચાવલ સાથે ખાવાથી વજન વધવાનો ડર રહે છે.

એક્સપર્ટનો મત

ડાયેટિશિયન રાધિકા ગોયલના મતે, વજન ઘટાડવા માટે તમારે રાજમા-ચાવલ છોડવાની જરૂર નથી. માત્ર તેને યોગ્ય રીતે ખાવા જોઈએ. રાજમા ચાવલ ખાતી સમયે કેટલીક ટિપ્સ ફૉલો કરવી જોઈએ.

પ્લેટમાં યોગ્ય પ્રમાણ જાળવી રાખો

રાજમા-ચાવલ ખાતા સમયે પ્લેટમાં રાજમાની સરખામણીમાં ચાવલ વધારે લેશો, તો વજન વધશે. આથી રાજમા વધારે અને ચાવલ ઓછા લેવા જોઈએ.

સાથે દહી ખાવ

રાજમા-ચાવલ સાથે દહી જરૂર ખાવું જોઈએ. રાજમા પચવામાં મુશ્કેલ હોય છે, જેના કારણે અપચો, બ્લોટિંગ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. દહી તેને બેલેન્સ કરશે અને પેટને ઠંડક આપશે.

સલાડ જરૂર ખાવ

રાજમા-ચાવલ સાથે સલાડ જરૂર ખાવ. સલાડમાં ડુંગળી, કાકડી અને ટામેટા ખાવો. જેથી તમારા પેટમાં ફાઈબર પણ પહોંચશે અને ખોરાકને પચવામાં સરળતા રહેશે.

લીલા શાકભાજી ખાવ

કોશિશ કરો રાજમા-ચાવલ સાથે તમે તમારી પ્લેટમાં લીલા શાકભાજીને સામેલ કરો. જેથી તમને બ્લોટિંગ પણ નહીં થાય.

યોગ્ય કુકિંગ ઑઈલ

વજન વધવાનું એક મોટું કારણ ખાવામાં રિફાઈન્ડ ઑઈલમાં કુકિંગ કરવાનું પણ છે. રાજમા બનાવતી વખતે કોઈ હેલ્ધી ઑઈલ જેમ કે ઑલિવ ઑઈલનો ઉપયોગ કરો.

પ્લેટિંગ કેવી રીતે કરશો?

એકસાથે પ્લેટમાં રાજમા-ચાવલ લેવાની જગ્યાએ થોડા-થોડા પ્લેટમાં પીરસો. જેથી તમે ઑવર ઈટિંગથી બચશો. ખાવાનું વધારે પ્રમાણ પણ વજન વધવા પાછળ જવાબદાર છે.

સાડીમાં દેખાવા માંગો છો સ્ટાઈલિશ, તો સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના લુક્સમાંથી લો ટિપ્સ