આંતરડામાં ઈન્ફેક્શન થવા પર દારૂ તેમજ સ્મોકિંગ નુક્સાન કરી શકે છે. જે આંતરડામાં હાનિકારક બેક્ટેરિયા વધારવાની સાથે-સાથે તેમાં ઈન્ફેક્શન પણ વધારે છે.
આંતરડામાં સોજો અને ઈન્ફેક્શન થવા પર એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરા ઈંટેસ્ટાઈનલ ફ્લોરાને બેલેન્સ કરવામાં મદદ કરે છે. જેના સેવનથી કબજિયાત, પેટ ફૂલવું તેમજ આંતરડાના ઈન્ફેક્શનમાં રાહત મળે છે.
અનેક વખત વધારે ફાઈબર વાળું ફૂડ ખાવાથી પાચન તંત્ર પર વધારે પ્રેશર પડે છે. જેથી પચવામાં સમય લાગે છે અને આંતરડામાં ઈન્ફેક્શનની સમસ્યા પણ વધી શકે છે. આથી આ ફૂડ્સ ખાવાનું ટાળો.
અનહેલ્થી ખાણી-પીણી આંતરડામાં ઈન્ફેક્શનનું સામાન્ય કારણ છે. જેનાથી બચવા અથવા રાહત મેળવવા માટે ડાયટમાં હેલ્થી વસ્તુ જેમ કે દાળ, ફળ, સલાડ, લીલા શાકભાજી વગેરે સામેલ કરો. જેથી સમસ્યામાં ઘણો આરમ મળશે.
આંતરડામાં ઈન્ફેક્શન થવા પર ઑવરઈટિંગ કરવું નુક્સાન કરી શકે છે. જેનાથી પાચન તંત્ર પર દબાણ પડે છે અને ખોરાક યોગ્ય રીતે નથી પચતો. આથી આવી સ્થિતિમાં હળવો ખોરાક લેવો જોઈએ.