ફ્રેક્ચર હાડકાં અથવા જે જગ્યાએ પ્લાસ્ટર લાગેલું હોય, તેના પર વધારે ભાર ના આપવો જોઈએ. આવું કરવાથી હાડકું હલી શકે છે, જેથી તેના પર પ્રેશર વધશે અને વધારે તકલીફ થઈ શકે છે
હાથ કે પગના હાડકાંનું ફ્રેક્ચર થવા પર વધારે કાળજી રાખવી જરૂરી છે. પગને આરામથી જમીન પર રાખો અને હળવું દબાણ કરો. આ સાથે જ કોશિશ કરો કે મુલાયમ જગ્યા પર શરીરનું દબાણ આવે, નહીંતર સમસ્યા વકરી શકે છે.
હાડકું ફ્રેક્ચર થવા પર કોશિશ કરો કે, મશલ્સને વધારે તકલીફ ના થાય. અનેક લોકો ફ્રેક્ચર વાળા અંગ પર માલિશ કરે છે, જે તમારી પરેશાની વધારી શકે છે. મસાજ કરવાથી હાડકું ખસી જવાનો ડર રહે છે.
અનેક વખત પ્લાસ્ટર વધારે સમય લઈ શકે છે. આથી ડૉક્ટરની મદદ વિના ક્યારેય જાતે પ્લાસ્ટર ના કાઢવું જોઈએ. આ સાથે જ સમય કરતાં વહેલા પ્લાસ્ટર કાઢી નાંખવાથી હાડકું વળી જવાનો ડર રહે છે.
ફ્રેક્ચર વાળા ભાગને કાયમ પાણીથી બચાવવો જોઈએ. પ્લાસ્ટર પાણીના સંપર્કમાં આવવાથી તમારું પ્લાસ્ટર ખરાબ થઈ શકે છે.