Smelly Feet: પગની દુર્ગંધ કેવી રીતે દૂર કરવી?


By JOSHI MUKESHBHAI22, Oct 2024 03:56 PMgujaratijagran.com

દુર્ગંધયુક્ત પગથી મેળવો છૂટકારો

દુર્ગંધયુક્ત પગને કારણે તમારે લોકોની સામે શરમનો સામનો કરવો પડે છે. આની પાછળ પગમાં પરસેવો ઉપરાંત અન્ય ઘણા કારણો હોઈ શકે છે. સ્ટોરીમાં વિગતવાર જાણો પગની દુર્ગંધ દૂર કરવાની સરળ રીતો.

પગ ધોવા

બહારથી ઘરે આવ્યા પછી પગ ધોઈ લો. તમારા પગ ધૂળ અને ગંદકીના સંપર્કમાં રહે છે અને પરસેવો પણ આવે છે, જેના કારણે પગમાં દુર્ગંધ આવે છે.

મીઠા વાળા પાણીમાં પગ રાખો

તમારા પગને હૂંફાળા મીઠા વાળા પાણીમાં 10 થી 15 મિનિટ સુધી પલાળી રાખવાથી પણ તમારા પગમાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં મદદ મળે છે. તમે આ પાણીમાં ગુલાબજળ ઉમેરી શકો છો.

ભીના શૂઝ ન પહેરવા

ભીના શૂઝ પહેરવાથી તમારા પગમાં બેક્ટેરિયા વધી શકે છે. હંમેશા તમારા શૂઝને સારી રીતે સૂકવીને પહેરો. તેનાથી પગની દુર્ગંધ પણ અટકશે.

ખાવાનો સોડા ઉમેરી પગ ધોવા

પગની દુર્ગંધ દૂર કરવા માટે તમે ખાવાના સોડાની મદદ લઈ શકો છો. ખાવાના સોડાને પાણીમાં મિક્સ કરો અને તેમાં તમારા પગ બોળીને બેસો.

આદુ

આદુના રસનો ઉપયોગ પગની દુર્ગંધથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે. તેનો રસ તમારા પગ પર ઘસો. પછી થોડી વાર પછી ચોખ્ખા પાણીથી પગ ધોઈ લો.

ફટકડી

એન્ટી-સેપ્ટિક ગુણોથી ભરપૂર ફટકડી પગમાંથી બેક્ટેરિયાને મારી નાખે છે. આ ઉપરાંત તે ખરાબ ગંધને પણ દૂર કરે છે. હૂંફાળા પાણીમાં ફટકડી પાવડર નાખીને પગ ધોઈ લો.

વાંચતા રહો

પગની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે અપનાવો આ રીતો. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો ડોક્ટરની સલાહ લો. સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

Teeth Whitening: પીળા દાંતની સફાઈ કરવાની રીત