Teeth Whitening: પીળા દાંતની સફાઈ કરવાની રીત


By Vanraj Dabhi22, Oct 2024 03:00 PMgujaratijagran.com

દાંતની સફાઈ

પીળા દાંતથી પરેશાન છો, તો ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર નથી, તમે આ ઘરેલું ઉપચાર પણ અજમાવી શકો છો.

ખાવાનો સોડા

બેકિંગ સોડા દાંતને સાફ કરવામાં ખૂબ જ જરૂરી છે, તે તમારા દાંતમાં ફસાયેલા ટાર્ટારને દૂર કરવામાં મદદ કરે છે.

નાળિયેર તેલ

નારિયેળ તેલ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે, તમે નારિયેળનું તેલ આંગળી વડે દાંત પર લગાવીને ઘસો.

નારંગીની છાલ

નારંગીની છાલને તડકામાં સૂકવી, પીસીને આ પેસ્ટથી બ્રશ કરો. આ દાંતની પીળાશ દૂર કરે છે.

વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ

દાંતને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ જરૂરી છે. આ માટે વિટામિન ડીથી ભરપૂર આહારનું સેવન કરો.

સરસવનું તેલ અને મીઠું

સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવીને દાંત પર ઘસો, તેનાથી દાંતની પીળાશ દૂર થાય છે.

સરસવનું તેલ અને હળદર

સરસવના તેલ અને હળદરની પેસ્ટ બનાવીને આંગળી વડે દાંત પર ઘસવાથી દાંત સફેદ થાય છે.

કેળાની છાલ

દાંતને ચમકાવવા માટે કેળાની છાલનો સફેદ ભાગ દાંત પર ઘસો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Apple Side Effects: ભૂલથી પણ આ લોકોએ સફરજન ન ખાવા જોઈએ, જાણો તેના ગેરફાયદા