ભેજની વાસને દૂર કરવા રસોડામાં પંખો ચાલુ રાખો જેથી હવાની અવર જવર ચાલુ રહે અને વાસ આવતી બંધ થાય
રસોડામાંથી દુર્ગંધથી બચવા માટે સરકાનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક સ્પ્રે બોટલમાં સરકો અને પાણીને સમાન માત્રામાં મિક્સ કરીને ઘરના દરેક ખૂણામાં છાંટી દો
4 તુલસીના પાંદડા અને લીંબુને પાણીમાં ઉકાળી તે પાણીને રસોડના ખૂણામાં સ્પ્રે કરો
હાઇડ્રોજન પેરોક્સાઇડને પણ રસોડાની દુર્ગંધ દૂર કરવા કામ આવી શકે છે. રસોડાને હાઇડ્રોજન પેરોક્સાઇડથી સાફ કરવાથી રૂમની દુર્ગંધ દૂર થાય છે.
લવંડર તેલની સુગંધ ખૂબ જ સરસ આવે છે. આ માટે લવંડર તેલના ટીપાં પાણીમાં નાખીને સ્પ્રે કરવાથી દરેક પ્રકારની દુર્ગંધથી રાહત મેળવી શકાય છે..
કપૂરની ગંધ ઘણી સ્ટ્રોંગ હોય છે, આ માટે 2-3 લવિંગની કળી અને કપૂરને બાળો આનાથી દુર્ગંધ દૂર થશે