હળદર અને પાણી/મધની પેસ્ટ બનાવો અને તેને ખીલ પર લગાવો, તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ખીલને દૂર કરવામાં મદદ કરશે.
તાજું એલોવેરા જેલને ત્વચા પર લગાવવાથી બળતરા ઘટે છે અને ખીલ મટાડવામાં મદદ મળે છે.
મધ અને તજ મિક્સ કરી પેસ્ટ બનાવો અને તેને ખીલ પર લગાવો, તે બળતરા ઘટાડે છે અને બેક્ટેરિયાને મારે છે.
ઓટમીલ અને મધની પેસ્ટ બનાવી ત્વચા પર લાગવાથી બળતરા ઘટે છે અને વધારાનું તેલ શોષાય છે.
ચહેરા પર ઠંડી કાકડીના ટુકડા મૂકો, જે લાલાશ અને સોજો ઘટાડે છે.
પિમ્પલ્સ પર ટી ટ્રી ઓઈલ લાગવાથી તે બેક્ટેરિયા સામે લડે છે અને ખીલને ઓછા કરવામાં મદદ કરે છે.
લીંબુનો રસ ખીલ પર લગાવો, તે ત્વચાને એક્સ્ફોલિએટ કરી ચમકદાર બનાવે છે. વધુ ન લગાવશો તેનાથી ત્વચા શુષ્ક થઈ શકે છે.