જો તમે રાત્રે ચહેરા પર બદામનું તેલ લગાવો તો શું થાય?


By Smith Taral20, Aug 2024 12:41 PMgujaratijagran.com

બદામના તેલમાં ત્વચાને ઉપયોગી એવા ઘણા પોષકતત્વો રહેલા હોય છે. બદામમાં વિટામિન A, વિટામિન E જેવા વિટામીન મળી આવે જે ત્વચા માટે પણ અતિશય ફાયદાકારક છે. જો તમે રાત્રે ચહેરા પર બદામનું તેલ લગાવો છો તો તમને અઢળક ફાયદા મળી શકે છે. આવો જાણીએ વધુમાં

ટેનિંગ ઘટાડે છે

રાત્રે તમારા ચહેરા પર બદામનું તેલ લગાવવથી તમારી ત્વચા નરમ અને ચમકદાર બને છે, જે તમને વધુ આત્મવિશ્વાસ સાથે દિવસની શરૂઆત કરવા માટે પ્રોત્સાહિત કરે છે

ચહેરાને ચમકદાર બનાવે

બદામનું તેલ રાત્રે ચહેરા પર લગાવવાથી તે ચહેરા પરના ડાઘને ઓછા કરે છે અને ત્વચાના સમાન રંગને પણ સુધારે છે.

ત્વચા હાઇડ્રેટેડ રાખે

જો તમારી ત્વચા સૂકી રહે છે તો બદામનું તેલ તમારા માટે ઉપયોગી છે. રાત્રે તેનો ઉપયોગ કરવાથી તે ચહેરાને કુદરતી રીતે હાઇડ્રેટ રાખે છે અને ડ્રાય થવાથી બચાવે છે.

ફાઇન લાઈન્સને ઘટાડી દે છે

બદામના તેલમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી એજિંગ ગુણ છે, રાત્રે તેને લગાવવાથી ચહેરા પર ગ્લો લાવે છે. તે ફાઇન લાઈન્સને ઘટાડી દે છે, જેથી તમારી ત્વચા વધુ યુવાન અને તંદુરસ્ત લાગે.

ડાઘ-ધબ્બા સાફ કરે

બદામનું તેલ રાત્રે ચહેરા પર લગાવવાથી ત્વચાની અંદરની ગંદકી અને મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ખીલની સમસ્યાને ઘટાડવામાં પણ અસરકારક છે, જેનાથી તમારો ચહેરો વધુ સ્વચ્છ દેખાય છે

ડાર્ક સર્કલમાં રાહત

જો તમને ડાર્ક સર્કલની સમસ્યા છે, તો રાત્રે બદામનું તેલ તમારી માટે લાભદાયક છે . આ તેલ ડાર્ક સર્કલને ઘટાડવામાં સહાય કરે છે, જેનાથી તમારી આંખો વધુ ફ્રેશ લાગે છે.

બદામનું તેલ કેવી રીતે લગાવવું

તમારા ચહેરાને પાણીથી સારી રીતે સાફ કરો. ત્યારપછી થોડું બદામનું તેલ લો અને તમારા ચહેરા પર હળવેથી મસાજ કરો. તેને આખી રાત માટે રહેવા દો, અને સવારે ચહેરો પાણીથી ધોઈ લો.

ચમકદાર વાળ માટે ઘરે બનાવો 4-સ્ટેપમાં હેર સ્પા