હેર સ્પા ટ્રીટમેન્ટ સાથે તમે વાળ સંબંધી સમસ્યાઓને દૂર કરીને તમારા વાળમાં ફરીથી ચમક મેળવી શકો છો. આ માટે ઘરે જ સરળ 4-સ્ટેપમાં તમે હેર સ્પા તૈયાર કરી શકો છો, આવો જાણીએ વધુ માહિતી
તેલને હુંફાળુ ગરમ કરીને, 10-15 મિનિટ સુધી વાળની મૂળમાં મસાજ કરો. આ વાળને પોષણ આપવામાં મદદ કરે છે અને તમારી સ્કાલપને ડિટોક્સ કરીને આરામ આપશે.
સ્ટીમિંગ તમારા વાળના ફોલિકલ્સમાં તેલ ઊંડે સુધી જાય છે અને બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. આ માટે તમારાં માથા પર ગરમ ટુવાલ મૂકો અને તેને 10-15 મિનિટ સુધી રહેવા દો.
વાળ ધોવાથી અને કન્ડીશનિંગ કરવાથી તેના સ્પ્લિટ એન્ડ્સને ઓછા થાય છે. આ માટે સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો,તમારા વાળને કુદરતી રીતે સ્વસ્થ અને મજબૂત રાખે છે.
તમારા વાળને વધુ મોઇસ્ટ અને પોષણ આપવામાં માટે હેર માસ્ક લગાવો પછી તેને 15 મિનિટ માટે છોડી દો પછી ઠંડા પાણીથી ધોઈ લો