તમે ઘરે જ તાજુ, વિટામિન ઇ અને હેલ્ધી ફેટથી ભરપુર બદામનું દુધ બનાવી શકો છો. જાણીએ લો તેને બનાવવાની સરળ અને ઝડપી રીત
બદામને આખી રાત પલાળી રાખો જ્યા સુધી બદામ તે સોફ્ટ ન થઈ જાય.
સવારમાં બદામને બ્લેન્ડરમાં બે કપ પાણી સાથે બ્લેન્ડ કરી લો. ત્યારપછી તેમાં થોડું મીઠું અને વેનીલા એસેન્સ ઉમેરો
બે મિનિટ સુધી ક્રીમી અને સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો અને ધ્યાન રાખો કે તેમાં કોઈ ગઠ્ઠો ન રહી જાય.
પાતળા સુતરાઉ કાપડની મદદથી દૂધને ગાળી લો. વધું સારી પેસ્ટ અને લિક્વિડ મેળવવા માટે સારી રીતે સ્ક્વિઝ કરો.
બનાવેલા તાજા દૂધને કાચની બોટલમાં ભરીને રેફ્રિજરેટ કરો. આ સ્વાદિષ્ટ દૂધને 4-5 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકો છો.
સ્વાદ વધારવા માટે તમે એક ચપટી મીઠું અને થોડું મધ ઉમેરી શકો છો.