ચોખામાં જંતુઓથી થઈ જાય છે, આવો જાણીએ કેવી રીતે છુટકારો મેળવવો


By Jivan Kapuriya12, Aug 2023 12:31 PMgujaratijagran.com

જાણો

જો તમે ચોમાસામાં કે કોઈપણ ઋતુમાં ચોખામાં થતા જંતુઓથી બચવા માંગતા હોવ તો અહીં જણાવેલી કેટલીક સરળ ટિપ્સ અપનાવો.

એર ટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરો

જંતુઓ બચવા માટે ચોખા અને કઠોળને હવા ચુસ્ત કન્ટોનરમાં ઠંડી,સૂકી જગ્યાએ સંગ્રહિત કરવાનું જણાવવામાં આવે છે, જેથી ભેજ અંદર ન જાય અને જંતુઓથી બચાવે.

તમાલપત્ર અને લીમડાના પાનનો ઉપયોગ

ચોખાના ડબ્બામાં તમાલપત્ર અને લીમડાના પાન નાખો, જંતુઓને તેની ગંધ ગમતી નથી જેના કારણે તેઓ ભાગવા લાગશે.લીમડાના પાન પણ જંતુઓના ઈંડાનો નાશ કરે છે અને ચોખામાંથી જંતુઓ સંપૂર્ણપણે નાશ થાય છે.

લવિંગનો ઉપયોગ

લવિંગની ગંધથી જંતુઓને દૂર કરવાની સારી રીત છે.જો તમે ચોખાને જંતુઓથી બચાવવા માંગો છો,તો તેના ડબ્બામાં 10-12 લવિંગ રાખો. તે જંતુનાશક તરીકે ચોખાના ડબ્બામાં લવિંગ તેલના થોડા ટીપા પણ નાખી શકો છો.

ચોખાને રેફ્રિજરેટમાં સ્ટોર કરો

જો ચોખાને ઘરે લાવવાની સાથે જ ફ્રીઝરમાં સંગ્રહિત કરવામાં આવે તો ઠંડા તાપમાનને કારણે તેના તમામ જંતુઓ અને ઈંડા નાશ પામે છે.આટલું જ નહીં આમ કરવાથી ચોખામાં ક્યારેય કીડાઓ પ્રવેશતા નથી.

લસણની કળીનો ઉપયોગ કરો

ચોખાને જંતુઓથી બચાવવા માટે ચોખાના ડબ્બામાં લસણની લગભગ 5-6 કળીઓ નાખો અને તેને આખા ચોખા સાથે સારી રીતે મિક્સ કરો. લસણની સ્ટ્રોંગ સુગંધ ચોખાને જંતુઓથી બચાવવામાં મદદ કરે છે.

માચીસના બોક્સનો ઉપયોગ કરો

માચીસના બોક્સમાં સલ્ફર હોય છે.જે માત્ર ચોખામાં જ નહીં પરંતુ અન્ય અનાજમાં પણ ઘણાં જંતુઓને ભગાડવામાં મદદ કરે છે.તમે જ્યાં ચોખાનો સંગ્રહ કરો છો તે અલમારીમાં માચીસની સ્ટિકો રાખો, આનાથી જંતુઓ ભાગી જશે.

ચોખાને તડકામાં રાખો

જો તમારા ચોખામાં ઝીણા જંતુઓ દેખાઈ છે. તો થોડા સમય માટે ચોખાને તડકામાં રાખો. આમ કરવાથી જંતુઓ અને તેમના ઈંડા બંને નાશ પામે છે.

ટિપ્સ ફોલો કરો

આ બધી સરળ ટિપ્સ ફોલો કરીને તમે ચોખાને જંતુઓથી બચાવી શકો છો અને તેની ગુણવત્તાને લાંબા સમય સુધી જાળવી શકો છો.

ડ્રાય ફ્રુટ્સને લાંબા સમય સુધી ફ્રેશ કેવી રીતે રાખવા, આ રીત અપનાવો