બેકિંગ પાવડર મોઢાની દુર્ગંધથી રાહત અપાવી શકે છે. અડધી ચમચી બેકિંગ પાવડર પાણીમાં મિક્સ કરીને કોગળા કરવા. આવું કરવાથી મોઢાના બેક્ટેરિયાથી છુટકારો મળે છે.
વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ કરી શકાય છે. ભોજન કર્યા પછી થોડી વરિયાળી ચાવો, આનાથી પાચન પણ મજબૂત રહે છે.
પાણી પીવાથી પણ મોઢાની દુર્ગંધ ઘટાડી શકાય છે. દિવસ દરમિયાન ભરપૂર માત્રામાં પાણી પીવો. પાણી પીવાથી મોઢાની દુર્ગંધ દૂર થશે.
મોઢાની સ્મેલથી છુટકારો મેળવવા તુલસીના પત્તા ચાવો. આ પત્તા એન્ટિ સેપ્ટિક જેવા ગુણોથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે.
એન્ટિ બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર ફટકડી મોઢાની દુર્ગંધને દૂર કરે છે. એક ગ્લાસ પાણીમાં ફટકડી નાખો 15 મિનિટ પછી ફટકડી કાઢી લો. આ પાણીથી કોગળા કરો.
ઇલાયચી ખાવાનો સ્વાદ વધારે છે સાથે મોઢાની દુર્ગંધ પણ દૂર કરે છે. મોઢાની દુર્ગંધ ઝડપતી દૂર કરવી હોય તો ઇલાયચીના દાણા ચાવો.