ઘરમાં વિના ખર્ચે મચ્છરોથી કેવી રીતે છુટકારો મેળવશો?


By Smith Taral18, Apr 2024 03:45 PMgujaratijagran.com

આ સ્ટોરીમાં આપણે જાણીશું કે કોઈપણ ખર્ચ વિના કેવી રીતે મચ્છરોથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ કે મચ્છરોના ત્રાસથી કાયમ માટે કેવી રીતે છુટકારો મેળવી શકાય?

લસણના પાણીનો સ્પ્રે

લસણ અને થોડી લવિંગના પાવડર પાણીમાં ઉમેરી તેને ઉકાળો. તેને ઠંડુ કરો, તેને સ્પ્રે બોટલમાં ભરી દો. હવે આ પાણી અને તેને આખા ઘરમાં સ્પ્રે કરો.

કોફી પાવડર

ઈંડાના ડબ્બામાં 1-2 ચમચી કોફી નાખીને સળગાવવાથઈ મચ્છરો ભાગી જાય છે અને તેના ધુમાડાથી મચ્છરો મરી પણ જાય છે.

લીમડાનું તેલ

લીમડાના તેલનો છંટકાવ પણ એક કારગર ઉપાય છે. આ સિવાય તમે લીમડાના તાજા પાન ઘરમાં રાખી શકો છો આની ગંધથી પણ મચ્છરો દૂર ભાગી જશે.

ફુદીના વડે મચ્છરોને દૂર ભગાડો

તાજા ફુદીનાના પાનનો ભૂકો કરીને તેને ઘરના ખૂણામાં રાખવાથી મચ્છરોને ભગાડી શકાય છે

લવિંગ અને લીંબુ કામ કરશે

લીંબુના ટુકડા કરીને તેમાં 4-5 લવિંગ ઉમેરીને ઘરના ખૂણામાં રાખો. આમ કરવાથી ઘરમાંથી મચ્છરો ભાગી જશે

એપલ સીડાર વિનેગરથી મચ્છરોને દૂર કરો

એક બોટલમાં પાણી અને એપલ સીડાર વિનેગરને મિક્સ કરીને ઘરમાં છાંટવાથી પણ મચ્છરોના ત્રાસથી બચી શકાય છે

કપૂર બાળો

મચ્છરોથી બચવા માટે સરસવના તેલ અને લીંબુને કપૂર સાથે બાળો. તેની ગંધથી બધા મચ્છર ભાગી જશે.

Bad food combination: ચા સાથે આ ખોરાક ક્યારેય ન ખાશો