બાળકોમાં મોબાઈલની લત? આ ટીપ્સથી થશે ફાયદો


By Hariom Sharma19, Nov 2023 11:46 AMgujaratijagran.com

મોબાઈલનુ બંધાણ

આજકાલ દરેક લોકોમાં મોબાઈલની લત જોવા મળે છે. એટલુ જ નહીં નાના છોકરાઓમા પણ તેની આદત જોવા મળે છે.

છોકરાઓમા મોબાઈલની લત

મોટાભાગના માતા પિતા પોતાના છોકરાઓની મોબાઈલનો ઉપયોગ કરવાની કુટેવથી હેરાન છે. ચલો જાણીએ છોકરાઓની મોબાઈલની લત કઈં રીતે છોડાવી શકો છો.

ગંભીર બીમારીઓ

લાંબા સમય સુધી મોબાઈલ વાપરવાથી તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વધુ પડતા મોબાઈલના ઉપયોગથી બાળકોમાં તણાવ, ડિપ્રેશન જેવી સમસ્યાઓ જોવા મળે છે.

માતા પિતા જવાબદાર

એ વાત સાચી છે કે માતા પિતા પોતે જ બાળકોને મોબાઈલ આપતા હોય છે અને પછી ધીરે ઘીરે તે લતમાં ફેરવાય છે.

You may also like

તણાવ દૂર કરવા માટે જીવનમાં અપનાવો આ આદતો

શું તમને રાત્રે સૂતી વખતે પગના મોજામાં એક ડુંગળી રાખવાના ચમત્કારિક ફાયદા વિશે નથ

પેરેનંટલ કંટ્રોલ લગાવો

જો તમે 10 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને ફોન આપો છો તો તેમા પેરેનંટલ કંટ્રોલ લગાવવાનુ ન ભૂલશો. જેનાથી છોકરાઓ ફાલતુની વસ્તુઓ જોવાથી બચે છે.

બાળકોને રાખો વ્યસ્ત

મોબાઈલ વાપરવાથી દૂર રાખવા માટે તમારે બાળકોને અન્ય પ્રવૃતિઓમાં વ્યસ્ત રાખો. આવુ કરવાથી તમને બાળકોનું મોબાઈલનુ બંધાણ છોડાવામાં મદદ મળે છે.

બહાર રમવા મોકલો

આજના સમયમાં બાળકો બહારની જગ્યાએ ફરવા મોકલો. આમ કરવાથી ધીરે ધીરે તમારા બાળકોમાં ફોનની આદત છૂટતી દેખાશે.

લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં દરરોજ આ યોગ આસન કરો, શરીરમાંથી ઠંડી ગાયબ થઈ જશે