માખીઓથી છૂટકારો મેળવવા માટે કપૂરનો ઉપયોગ કરો. 10-12 કપૂર લો, જેને પીસીને પાવડર બનાવી લો. આ પાવડરને પાણીમાં મિલાવીને આ સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં છાંટી દો.
એક બાઉલમાં એપલ વિનેગાર લો, જેમાં નીલગિરીનું તેલ મિલાવી દો. હવે આ સ્પ્રે બોટલમાં ભરીને માખીઓ વાળી જગ્યા પર છાંટી દો. આ ઉપાય માખીઓને ભગાડવા માટે કારગર છે.
મરચાની તીવ્ર વાસથી માખીઓ ભાગી જાય છે. આ માટે 6-7 સૂકાયેલા લાલ મરચા મિક્સ્ચરમાં પીસી લો. આ પાવડરને પાણીમાં મિલાવીને સ્પ્રે બોટલમાં ભરી દો. હવે તેને ઘરમાં છાંટી દો.
માખીઓને દૂર કરવા માટે તુલસીનો ઉપયોગ પણ કરી શકાય છે. આ માટે તુલસીના પાનની પેસ્ટ બનાવી લો, હવે સ્પ્રે બોટલમાં પાણી નાંખીને આ પેસ્ટ મીલાવી દો અને ઘરમાં સ્પ્રે કરી દો.
માખીઓને ભગાડવા માટે તજના પાવડરનો ઉપયોગ કરી શકો છો. જેની ગંધથી માખીઓ દૂર ભાગે છે. ઘરમાં માખીઓ હોય, તે જગ્યાએ તજના પાવડરનો છંટકાવ કરી દો.
માખીઓથી છૂટકારો મેળવવા માટે એક બાઉલમાં પાણી લો, જેમાં મીઠુ નાંખીને સારી રીતે મિક્સ કરી દો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં છાંટવું જોઈએ.