બાથરૂમની પાઈપમાં અનેક વખત તેલ અને સાબુ જમા થઈ જાય છે. એવામાં ઉકળતા પાણીનો નુસખો કારગર સાબિત થઈ શકે છે
તમે બાથરૂમની ગટરને પ્લંજરથી સાફ કરી શકો છો. આ માટે ગટરની આકારાના પ્લંજરનો ઉપયોગ કરવો જોઈએ.
ગટરમાં એક કપ બેકિંગ સોડા નાંખ્યા બાદ થોડીવાર રાહ જુઓ. જે બાદ એક કપ વિનેગાર પણ પાઈપમાં નાંખી દો. જેથી ગટર સાફ થઈ જશે
ગટરની જાળીને હટાવીને કોઈ વસ્તુની મદદથી તમામ કચરો બહાર નીકાળી દો. જેથી ગટર સાફ થઈ જશે.
1 કપ પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી મીઠાનું મિશ્રણ કરીને લિક્વિડ તૈયાર કરો. આ લિક્વિડથી પણ ગટરની ગંદકી સાફ થઈ જશે
ઈનો અને થોડું ગરમ પાણી મિલાવી દો. આ મિશ્રણને ગટરમાં નાંખીને 20-25 મિનિટ છોડી દો, જેથી જામ થયેલી પાઈપ ખુલી જશે.
બાથરૂમની ગટરમાં કોઈ એવી વસ્તુ ના ફસાય, જેનાથી ગટર જામ થઈ જાય છે. શેમ્પુના પાઉચ જેવી વસ્તુઓ ગટરમાં ના જવા દો.