ભારતમાંથી માર્ચ મહિનામાં નિકાસ 14 ટકા ઓછી રહી છે. ભારત માટે નિકાસની દ્રષ્ટિએ 10 મુખ્ય દેશ પૈકી 5 દેશમાં માંગ નબળી રહી છે.
માર્ચ મહિનામાં નિકાસમાં આ 10 દેશની હિસ્સેદારી 52 ટકા રહી. અમેરિકામાં ભારતની નિકાસ 5.4 ટકા ઓછી થઈ 7.32 અબજ ડોલર રહી.
બીજા સૌથી મોટા નિકાસ બજાર અરબ અમીરાતમાં માંગ 12.6 ટકા ઘટી 2.70 અબજ ડોલર રહી. બાંગ્લાદેશ, જર્મની અને હોંગકોંગમાં નિકાસ અનુક્રમે 28 ટકા, 24.3 ટકા અને 28.4 ટકા ઘટાડો થયો.
નેધર્લેન્ડ, બ્રિટન અને સિંગાપુર અને સાઉદી અરબમાં નિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે.