છેલ્લા કેટલાક દિવસોથી ફૂડ એગ્રીગેટર Zomatoની માલિકીના Blinkitના સેંકડો ડિલીવરી પાર્ટનર હડતાળ પર છે. પેઆઉટ સ્ટ્રક્ચરમાં ફેરફારના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી છે.
આ હડતાળને લીધે દિલ્હી-NCRના મોટાભાગના વિસ્તારોમાં Blinkitની સેવા ઠપ્પ થઈ ગઈ છે.
કંપની દાવો કરે છે કે 10 મિનિટમાં કરિયાણાના સામાનથી લઈ ડેરી, ફળ અને શાકભાજીની ડિલીવરી કરે છે.
કંપની દ્વારા પેઆઉટને લગતું નવું સ્ટ્ર્ક્ચર રજૂ કર્યું છે. જેને લીધે તેના ડિલીવરી પાર્ટનરની માસિક આવક લગભગ અડધી થઈ જાય તેવી સ્થિતિ છે.