ઈન્કમટેક્સ એક્ટ મુજબ ઘરમાં રાખવાના પૈસા પર કોઈ રોક નથી. જો કે આવકવેરા વિભાગના દરોડાની સ્થિતિમાં તમારે આવકનો સોર્સ બતાવવો પડશે.
તમારા ઘરમાં રાખેલા ડૉક્યૂમેન્ટ અને રાખેલી રકમમાં તફાવત જણાશે, તો ઈન્કમટેક્સ ઑફિસર તમને દંડ ફટકારી શકે છે.
જો તમે ઘરમાં રાખેલી રકમનો સોર્સ નહીં બતાવી શકો, તો ઈન્કમટેક્સ અધિકારી રકમ જપ્ત કરવાની સાથે 137 ટકા સુધી ફાઈન લગાવી શકે છે
જો 30 લાખ રૂપિયાથી વધુ વેલ્યૂની કોઈ પ્રોપર્ટીનું ખરીદ-વેચાણ રોકડમાં હશે, તો તમે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રડારમાં આવી શકો છો
જો કોઈ ખાતા ધારક એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી અધિક કેશ જમા કરે છે, તો તેને PAN અને આધાર આપવો પડશે
CBDT મુજબ, એક વખતમાં 50 હજારથી વધુ રકમ જમા કરવા કે ઉપાડવા પર PAN નંબરની ડિટેલ્સ આપવી પડશે
ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ દરમિયાન જો કોઈ કાર્ડધારક એક વખતમાં 1 લાખ રૂપિયા કરતાં વધુનું પેમેન્ટ કરે, તો પણ તપાસ થઈ શકે છે.