પાણીમાં વિનેગાર મિક્સ કરીને તૈયાર થયેલું લિક્વિડ ઘરમાંથી માખીઓને દૂર કરી શકે છે. આ માટે તમારે આ લિક્વિડને સ્પ્રે બોટલમાં નાંખીને માંખીઓ પર સ્પ્રે કરવાનું રહેશે.
માખીઓને તીવ્ર દુર્ગંધ બિલકુલ પસંદ નથી પડતી. એવામાં તમે પાણી અને એશેન્સિયલ ઑઈલને મિક્સ કરીને બનાવેલા લિક્વિડથી પણ માખીઓને દૂર ભગાડી શકો છો.
મરચાનો સ્પ્રે બનાવવા માટે તમારે માત્ર સ્પ્રે બોટલમાં પાણી નાંખવાનું રહશે અને તેમાં મરચુ મિક્સ કરવું પડશે. હવે આખા ઘરમાં આ પાણી સ્પ્રે કરો. જેથી માખીઓ દૂર ભાગી જશે.
રૂમ ફ્રેશનરની સુગંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. એવામાં તમે જેવો તેને માખીઓ પર નાંખશો, તમામ માખીઓ દૂર ભાગી જશે.
માખીઓને ભગાડવા માટે તમે ઘરમાં કપૂર સળગાવી શકો છે. કપૂરની સુગંધથી માખીઓ ઘરથી દૂર ભાગી જાય છે.
ઘણી વખત ઘરની આસપાસ રહેલી ગંદકીના કારણે પણ ઘરમાં માખીઓ આવી જાય છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં બારી અને દરવાજા મહદઅંશે બંધ રાખવાનો પ્રયત્ન કરો.
આ તમામ ટિપ્સ ઉપરાંત તમે ઘરની સફાઈનું પણ ધ્યાન રાખો. ઘણી વખત યોગ્ય સફાઈના અભાવે પણ ઘરમાં માખી સહિતની જીવાત આવતી હોય છે.